વંદાના રુધિરાભિસરણતંત્રનું વર્ણન કરો.
વંદાનું ધિરાભિસરણતંત્ર ખુલ્લા પ્રકારનું છે, એટલે કે રૂધિર પરિવહન દરમિયાન માત્ર વાહિનીઓમાંથી પસાર થવાને બદલે શરીરગુહામાં પ્રવેશે છે. આમ, શરીરગુહા એ રુધિરગુહા તરીકે વર્તે છે. જેથી શરીરના અવયવો અને પેશીઓ રુધિર સાથે સીધો સંપર્ક ધરાવે છે.
રૂધિર મુખ્યત્વે રુધિરરસ અને અનિશ્ચિત આકારના કોષોનું બનેલું છે.
રુધિરમાં શ્વસનરંજક દ્રવ્ય હોતું નથી. આથી તે રંગહીન હોય છે, તેને હિમોલિમ્ફ કહે છે. તેમાં રુધિરરસ અને હિમોસાઈટ્સ તરીકે ઓળખાતા કોષો હોય છે.
વંદાનું હૃદય એક લાંબી નાયુલ નળી જેવું હોય છે. જે ઉરસ અને ઉદરની મધ્યપૃષ્ઠ રેખા સાથે આવેલું હોય છે. હૃદય 13 ગરણી આકારના હૃદખંડોમાં વિભેદિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલ હોય છે.પ્રથમ ત્રણ ખંડો ઉરસ પ્રદેશ અને બાકીના ઉદર પ્રદેશમાં આવેલા હોય છે.
રૂધિરના કોષો બે પ્રકારના છે. નાના કદના પશ્વકોષો (Proleucocytes) અને મોટા કદના ભક્ષકકોષો (Phagocytes). રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે.
કઈ રચના દરેક શરીર ખંડમાં લાક્ષણિક રીતે જોવા મળે છે?
સ્ટીન્ક ગ્લેન્ડ (પૂર્તિ ગ્રંથિ) .........માં જોડવા મળે છે.
વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.
વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.
કિટશિશુ............. નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ કરે છે.