11.Organisms and Populations
easy

સ્પર્ધા વિશે સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવનસંઘર્ષ (struggle for existence) અને યોગ્યતમની ચિરંજીવિતા (survival of fittest) વિશે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસ (organic evolution)માં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ (potent force) છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે, સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોતો માટે હરીફાઈ (સ્પર્ધા) કરે છે જે મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી.

પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરી શકે છે. દૃષ્ટાંત માટે, દક્ષિણ અમેરિકાનાં કેટલાંક છીછરાં તળાવો (shallow south american lakes)માં મુલાકાત લેતા આગંતુક સુરખાબ (ફલેમિંગો-flamingo) અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ (resident fishes) તેમના સામાન્ય ખોરાક પ્રાણીપ્લવકો (zooplanktons) માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી;

દખલગીરીની સ્પર્ધા (interference competition)માં, એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા (feeding efficiency) બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરી (interfering and inhibitory presence)ને કારણે ઘટી શકે છે. ભલે એ સ્રોતો (ખોરાક અને જગ્યા-food and space) વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. તેથી, સ્પર્ધાને એક એવી પ્રક્રિયારૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા (વૃદ્ધિના આંતરિક દર $1$ ના અર્થમાં તેનું માપન) બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે (significantly) ઘટી જાય છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે,

જેવું કે ગોસે (Gause)એ અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું, જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય, તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે (competitively superior species will eventurally eliminate the other species), પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર (exclusion) માટેના પુરાવા (evidence) હંમેશાં નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સાંયોગિક પુરાવા (strong and persuasive circumstantial evidence) મળે તો છે.

ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગ્ટન કાચબો (Abingdon tortoise in Galapagos Island) ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો, દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણદક્ષતા (greater browsing efficiency)ને કારણે જ. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ (સ્પર્ધામોચન-competitive release) છે. હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ-વિસ્તાર નાટકીય રીતે (dramatically) ફેલાઈ જાય છે.

કાનેલના લાવણ્યમયી ક્ષેત્રપ્રયોગો (Connell's elegant field experiments) એ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્રતટ (rocky sea coast of Scotland) પર મોટા અને સ્પર્ધા રૂપે ઉત્તમ બાર્નકલ (બેલેનસ-Balanus)ની આંતરજુવાળિય ક્ષેત્રમાં પ્રભાવિતા છે તથા તેને નાના બાર્નેકલ (ચેથેમેલસ-Chathamalus)ને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. સામાન્ય રીતે, માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક (adversely affected) જણાય છે.

          ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ (Gause's Competitive Exclusion Principle) એ જણાવે છે કે, એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ (indefinitely) સુધી સાથે-સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ (co-exist) ધરાવતી નથી અને અંતે સ્પર્ધારૂપે નિમ્ન (ઊતરતી-inferior) જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે અન્યથા નહિ.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.