દ્વિદળીના તરૂણ પ્રકાંડ (સૂર્યમુખી પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.
સૂર્યમુખી એકવર્ષાયુ વનસ્પતિ છે અને તે શાકીય પ્રકાંડ ધરાવે છે.
સૂર્યમુખીના અભિરંજિત કરેલ તરુણ પ્રકાંડના છેદનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરતાં તેમાં નીચે પ્રમાણેની રચના જોવા મળે છે : (1) અધિસ્તર (Endodermis), (2) બાહ્યક (Cortex), (3) મધ્યરંભ (Stele).
$(1)$ અધિસ્તર (Epidermis) : અધિસ્તર એ સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે, તે એ કસ્તરીય અને મૃદુત્તક કોષોનું બનેલું છે. આ કોષોની બાહ્યદીવાલ ઉપર ક્યુટિકલનું પાતળું પડ હોય છે. આ સ્તરના કોષોમાંથી બહુકોષીય પ્રકાંડ રોમ ઉત્પન્ન થાય છે, કોષોની વચ્ચે પર્ણરંધ્રો હોય છે. વાતવિનિમયનું કાર્ય કરે છે.
$(2)$ બાહ્યક (Cortex) : બાહ્યકમાં અધઃસ્તર, મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર એમ ત્રણ ભાગોનો સમાવેશ થાય છે.
$(i)$ અધઃસ્તર (Hypodermis) : અધિસ્તરની નીચે આવેલા ભાગને અધઃસ્તર કહે છે. અધઃસ્તર સ્થૂલકોણક પેશીનું બનેલું હોય છે. તેના ત્રણથી ચાર સ્તરો આવેલા છે. કોષોની દીવાલ પર સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ છે. આ પેશી આધાર અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે.
$(ii)$ મુખ્ય બાહ્યક (Main Cortex) : અધઃસ્તરની નીચે આવેલા આ ભાગને મુખ્ય બાહ્યક કહે છે. તે મૂદુત્તક પેશીનું બનેલું છે, તેમાં આંતરકોષીય અવકાશ વધુ પ્રમાણમાં હોય છે.
- કોષોની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે.
- આ પ્રદેશમાં રાળનલિકાઓ આવેલી હોય છે. પ્રત્યેક રાળનલિકા નાની અને જીવંત સ્રાવી કોષોથી વીંટળાયેલી હોય છે.
- મુખ્ય બાહ્યકના કોષો પાણી તેમજ ખોરાકનો સંગ્રહ કરે છે.
$(iii)$ અંતઃસ્તર (Endodermis) : બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતઃસ્તર કહે છે. તે એકસ્તરીય છે. કોષો મૃદુત્તકીય નળાકાર કે પીપ આકારના (Barrel shaped) હોય છે.
- કોષો કાંજીકણો ધરાવે છે તેથી આ સ્તરને કાંજીસ્તર કે મંડસ્તર (Starch Sheath) કહે છે.
$(3)$ મધ્યરંભ (Stele) : મધ્યરંભમાં પરિચક, વાહિપુલો મજાંશુઓ અને મજજાનો સમાવેશ થાય છે.
$(i)$ પરિચક્ર (Pericycle) : અંતઃસ્તરની અંદર તરફ આવેલ ભાગ પરિચક્ર કહેવાય છે, તે બહુસ્તરીય છે અને એકાંતરે આવેલા દઢોત્તક અને મૂત્તક કોષોનું બનેલું છે. દેઢોત્તક કોષો વાહિપુલની ઉપરની બાજુએ આવેલા હોય છે તેને કઠિન અધોવાહી કે બંડલટોપી કહે છે. - પરિચક્રનો મૃદુત્તકીય કોષોનો ભાગ મજજાંશુઓની ઉપર બાજુએ આવેલો છે.
$(ii)$ વાહિપુલો (Vascular Bundles) : સૂર્યમુખીના મધ્યરંભમાં $20-25$ ની સંખ્યામાં વાહિપુલો આવેલા છે. તેઓ એક વલયમાં ગોઠવાયેલા હોય છે.
- પ્રત્યેક વાહિપુલ સહસ્થ, એકપાર્શ્વસ્થ અને વર્ધમાન પ્રકારનું હોય છે.
- વાહિપુલમાં જલવાહિનીનો વિકાસ અંતરારંભ હોય છે.
- વાહિપુલમાં અન્નવાહક, વર્ધનશીલ પેશી એધા અને જલવાહક પેશીનો સમાવેશ થાય છે.
- અન્નવાહક પેશી પરિઘ તરફ અને જલવાહક પેશી કેન્દ્ર તરફ અને આ બંને વાહક પેશીઓ વચ્ચે વધુનશીલ પેશી હોય છે. આ એધાને પુલીય એધા (Fascicular Cambium) કહે છે. એધાની હાજરીને કારણે દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે.
અન્નવાહક પેશી (Phloem) : આ પેશી વાહિપુલની ઉપરની બાજુએ આવેલી હોય છે. અન્નવાહક પેશીમાં ચાલની નલિકા, સાથીકોષો અને અન્નવાહક મૃદુત્તક કોષો હોય છે.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
તમારી શાળાના બગીચામાંથી લાવેલ વનસ્પતિના તરણ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કરો. તમે કેવી રીતે નક્કી કરશો કે તે એકદળી પ્રકાંડ છે કે દ્વિદળી ? કારણો આપો.
નીચે આપેલ અંત:સ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે?
દઢોત્તકીય પુલકંચુક દ્વારા દોરાયેલ વાહિપુલ શેની લાક્ષણિકતા છે?
.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.