મકાઈના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.
મકાઈનું પર્ણ ચપટું અને લાંબું હોય છે. પર્ણમધ્યમાં ઉત્પન્ન થતા કોષો એક જ પ્રકારના હોય છે. તેથી મકાઈના પર્ણને રચનાની દૃષ્ટિએ સમદ્વિપાર્થ (Isobilateral) પર્ણ કહે છે.
મકાઈના પાતળા છેદને સેફ્રેનીનથી અભિરંજિત કરી સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસતાં તેમાં નીચે પ્રમાણેની રચના જોવા મળે છે : (1) અધિસ્તર (2) પર્ણમધ્ય પેશી (3) વહિપુલો.
$(1)$ અધિસ્તર : પર્ણમાં બે અધિસ્તર જોવા મળે છે.
ઉપરિ અધિસ્તર : આ અધિસ્તર પર્ણની ઉપરની સપાટી બનાવે છે. તેના કોષો મૃદુતકીય હોય છે. તે એકસ્તરીય હોય છે. તેની બાહ્ય સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે.
ઉપરિ અધિસ્તરમાં અમુક અમુક ચોક્કસ અંતરે લાંબી પંક્તિઓમાં ભેજગ્રાહી કોષો - આદ્ગતાગ્રાહી કોષો (Bulliform cells) આવેલા હોય છે. આ કોષો $5$ થી $7$ કોષોના સમૂહમાં આવેલા હોય છે.
સમૂહમાં આવેલા આ કોષો અધિસ્તરના અન્ય કોષો કરતાં પ્રમાણમાં મોટા હોય છે. તેઓની બોધ દીવાલ ઉપર રકત્વચા હોતી નથી અને તે એકદમ પાતળી હોય છે. સામાન્યતઃ આ કોષોની બંને બાજુએ નાના અને વાંકા એકકોષીય વક્રરોમ હોય છે. આ રોમ વાતાવરણમાં રહેલા ભેજનું નિર્દેશન કરે છે, તેથી તેમને ભેજદર્શકરોમ પણ કહે છે.
આદ્રતાગ્રાહી કોષોની હાજરી ઉપરિ અધિસ્તરને અધઃઅધિસ્તરથી જુદા પાડે છે. ભેજયુક્ત વાતાવરણમાં ભેજગ્રાહી કોષો પાણીનું શોષણ કરી આશન (Turgid) બને છે અને પર્ણ સપાટી વિસ્તૃત (ખુલ્લી) થાય છે. શુષ્ક વાતાવરણમાં જ્યારે તેઓ પાણી ગુમાવી ઢીલા નરમ (Flaccid) થાય છે ત્યારે તેઓ પાણીનો વ્યય અટકાવવા પર્ણને અંદરની બાજુએ વીંટાળવામાં (Curl inward) સહાયક બને છે. આમ, આ કોષો દ્વારા પર્ણ એક કિનારીથી બીજી કિનારી સુધી વીંટળાઈ જતું હોવાથી તેઓને યાંત્રિક કોષો કે ચાલક કોષો (Motor Cells) કહે છે. આદ્રતાગ્રાહી કોષો ગોળાકાર અને પરપોટા જેવા હોવાથી તેને બુલીફોર્મ કોષો (Bulliform cells) પણ કહે છે.
$(2)$ પર્ણમધ્યપેશી (Mesophyll Tissue) : પર્ણ સમદ્વિપાર્શ્વ રચના ધરાવતું હોવાથી પર્ણમધ્યપેશીમાં લંબોત્તક અને શિથિલોક જેવું ભિન્નન જોવા મળતું નથી.
બધા કોષો એકસરખા અને એકસરખા પ્રમાણમાં હરિતકણો ધરાવે છે.
મકાઈના પર્ણમાં બંને અધિસ્તરો વચ્ચે શિથિલોત્તક પેશી જ આવેલી છે. આ કોષો ગોળ કે લંબગોળ હોય છે, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે. પર્ણોની નીચે હવાથી ભરેલા કોટરો સ્પષ્ટ જોઈ શકાય છે. જેઓને શ્વસન કોટર કહે છે.
$(3)$ વાહિપુલો : મકાઈ એકદળી વનસ્પતિ હોવાને કારણે તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોવાથી વાહિપુલો અનુપ્રસ્થ દિશામાં જ કપાયેલાં હોય છે. તેઓ એકબીજાથી સરખા અંતરે આવેલાં હોય છે.
વાહિપુલો સહસ્થ, એકપાર્થસ્થ અને અવર્ધમાન પ્રકારનાં હોય છે.
વાહિપુલો મોટાં અને નાનાં એમ બે પ્રકારનાં હોય છે. વાહિપુલમાં જલવાહકપેશી ઉપરિ અધિસ્તર તરફ અને અન્નવાહકપેશી અધઃઅધિસ્તર તરફ આવેલી હોય છે.
વાહિપુલોની ફરતે દઢોત્તકીય પુલકંચુક હોય છે. આ પુલકંચુક ઉપર અને અધઃઅધિસ્તર સુધી વિકાસ પામેલું હોય છે. આથી વાહિપુલો પર્ણને મજબૂતાઈ આપે છે.
મોટા વાહિપુલોની વચ્ચે નાના વાહિપુલો આવેલા હોય છે. દરેક નાના વહિપુલની ફરતે મૃદુત્તાકીય પુલકંચુક હોય છે.
અધઃઅધિસ્તર : અધઃઅધિસ્તર પર્ણની નીચેની સપાટી બનાવે છે. કોષોની બહારની દીવાલ ઉપર રક્ષકત્વચાનું પાતળું સ્તર હોય છે. આ સ્તરમાં પર્ણો હોય છે, પરંતુ તેમાં આદ્ગતાગ્રાહી કોષો હોતા નથી.
નામનિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.
પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
નીચેની આકૃતિમાં $a, b, c,d$ તેને ઓળખો.
$a-b-c-d$
સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો