વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વંદો એકલિંગી પ્રાણી છે. બંને જાતિમાં પૂર્ણવિકસિત પ્રજનન અંગો આવેલાં હોય છે,

$(i)$ નર વંદાનું પ્રજનનતંત્ર : નર પ્રજનનતંત્રમાં એક જોડ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલું છે.

પ્રત્યેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની ઉદ્ભવે છે. તે સ્કૂલનનલિકામાં ખૂલે છે. સ્કૂલનનલિકા નરજનન છિદ્રમાં ખૂલે છે. તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુએ આવેલું છે.

ઉદરના $6$ થી $7$ ખંડમાં છત્રાકાર ગ્રંથિ આવેલી છે. તેનું કાર્ય વધારાની પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. અન્ય એક લાંબી અને ચપટી ગ્રંથિ -કોગ્લોબેટ ગ્રંથિ (ફોલીક ગ્રંથિ) અલન નલિકાની વક્ષ બાજુએ આવેલી સહાયક પ્રજનન ગ્રંથિ છે. તેનો સ્રાવ શુક્રકોષ કોથળીની ફરતે સખત આવરણ બનાવે છે.

વંદાના ઉદરને છેડે આવેલા કાઈટિનના જનનદેઢકો બાહ્ય જનનાંગોની રચના કરે છે.

શુક્રાશયમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે.

સમાગમ પહેલાં બધા શુક્રકોષો ભેગા મળી શુક્રકોથળીની (Spermatophore) રચના કરે છે. સમાગમ દરમિયાન તે મુક્ત થાય છે.

$(ii)$ માદા પ્રજનન તંત્ર : માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડો ઉદરના $2$ થી $6$ ખંડની પાર્શ્વબાજુએ આવેલા હોય છે,

પ્રત્યેક અંડપિંડ શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી આઠ નલિકામય અંડપુટિકાના બનેલા છે.

બંને બાજની અંડવાહિનીઓ મધ્યમાં એકબીજા સાથે જોડાઈને સામાન્ય અંડવાહિની અથવા યોનિમાર્ગ બનાવે છે. જે જનનકોથળીમાં ખૂલે છે. છઠ્ઠા ખંડમાં એક જોડ શુક્રસંગ્રહાલય આવેલ હોય છે. જે જનનકોથળીમાં ખૂલે છે.

મૈથુનક્રિયા દરમિયાન અંડકોષો જનનકોથળીમાં આવે છે. ત્યાં શુક્રકોષો તેમને ફલિત કરે છે.

માદા વંદામાં આવેલ ગુંદરગ્રંથિનો સ્રાવ (Collateralgland) હોય છે. તેના સ્રાવથી અંડઘર રચાય છે.

ફલિત અંડકોષો એક કેસુલ (અંડધર)માં બંધાય છે. અંડધર ઘેરા રતાશ પડતા બદામી રંગની કેસુલ હોય છે. તે લગભગ $3/ 8''$ ($8$ મીમી) લાંબા હોય છે. આ અંડઘર તિરાડો તથા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીકની જગ્યાએ છોડી દેવામાં આવે છે અથવા ચોંટાડી દેવામાં આવે છે.

એક માદા સરેરાશ $9-10$ અંડઘર ઉત્પન્ન કરે છે અને પ્રત્યેક અંડઘરમાં 14-16 ઈંડાં ધરાવે છે.

વંદોના (પેરિપ્લેનેટા અમેરિકાનો) વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે.

એટલે કે તેનો વિકાસ કીટશિશુ દ્વારા થાય છે.

947-s55

Similar Questions

નામ નિર્દેશનવાળી આકૃતિસહ વંદાનું પાચનતંત્ર વર્ણવો.

વંદાની આંખમાં આવેલ રચનાત્મક એકમને .....કહે છે.

વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?

વંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરીને અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2019]

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જાણવો : 

$(i)$ વંદામાં ઉત્સર્જન અંગ : માલ્પિધિયન નલિકાઓ :: અળસિયાંમાં : ...........

$(ii)$ વંદાનું વૈજ્ઞાનિક નામ : પેરીપ્લેનેટાઅમેરિકાના :: અળસિયાંનું વૈજ્ઞાનિક નામ : ...........