વંદાનું શ્વસનતંત્ર વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વંદાના શ્વસનતંત્રમાં શ્વાસનળી (Trachea) કહેવાતી પ્રબંધિત નલિકાઓ શ્વસનતંત્રના મુખ્ય ઘટકો છે.

શ્વાસનળીની અનેક શાખાઓ દ્વારા તેઓ શરીરમાં સર્વત્ર પ્રસરેલી છે. તેની અંતિમ શાખાઓને સૂક્ષ્મ શ્વાસનલિકા (Tracheoles) કહે છે. તે શરીરના બધા જ ભાગોમાં છે, નું વહન કરે છે.

શ્વાસનળીઓ શ્વસનછિદ્રો (Spiracles) કહેવાતા છિદ્રો દ્વારા પરિઆવરણની હવા સાથે સીધો સંપર્ક ધરાવે છે.

શ્વસન છિદ્રોની દસ જોડ આવેલી છે. તે પૈકી બે જોડ ઉરસ પ્રદેશમાં અને આઠ જોડ ઉદર પ્રદેશમાં આવેલી છે.

શ્વસનછિદ્રોની દીવાલ દેઢલોમોથી સર્જાયેલી હોય છે.

દેઢલોમો ગળણી તરીકે કાર્ય કરી પાણી કચરા જેવા પદાર્થોને શ્વસનતંત્રમાં પ્રવેશતા અટકાવે છે. શ્વસન છિદ્રો ખૂલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત છે.

શ્વસન ક્રિયા દરમિયાન શ્વેનસછિદ્રો દ્વારા ઑક્સિજન શ્વાસનળીમાં પ્રવેશે છે અને ત્યાંથી સૂક્ષ્મવાહિકા દ્વારા પેશીજળના સંપર્કમાં આવી તેમાં દ્રાવ્ય થાય છે. આ દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ શરીરની પેશીઓ કાર્યશક્તિ મેળવવા કરે છે. તે દરમિયાન ઉદ્ભવેલો કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય પણે પેશીજળમાં દ્રાવ્ય બને છે. ઉચ્છવાસ દરમિયાન બહાર નીકળે છે.

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : વંદામાં શ્વસનતંત્રનો ખૂબ વિકાસ જોવા મળે છે. 

નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.

વંદા (પેરિપ્લેનેટા) જીવનચક્ર દરમિયાન : ........

વંદામાં શરીરગુહા........... તરીકે વર્તે.

વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?