ન્યૂટનના શીતનના નિયમની ચકાસણી દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ન્યૂટનના શીતનના નિયમની ચકાસણી કરવાની પ્રાયોગિક ગોઠવણીમાં બે દીવાલ ધરાવતા પાત્ર $(V)$ ની બે દીવાલોની વચ્ચે પાણી ભરેલું હોય છે. ગરમ પાણી ભરેલું તાંબાનું કેલોરીમીટર $(C)$ ને બે દીવાલ ધરાવતા પાત્રની અંદર મૂકવામાં આવે છે. આ કૅલોરીમીટરને બે છિદ્રવાળા બૂચથી હવાચુસ્ત બંધ કરવામાં આવે છે. બૂચના બે છિદ્રોમાં બે થરમૉમિટર મૂકેલાં હોય છે જેમાંનું એક થરમૉમિટર, કૅલોરીમીટરમાં રહેલા પાણીનું તાપમાન , અને બીજું થરમૉમિટર બે દીવાલોની વચ્ચે રહેલા ગરમ પાણીનું તાપમાન $T_1$ નોંધે છે. કેલોરીમીટરમાં રહેલાં ગરમ પાણીનું તાપમાન, સમયના સમાનગાળા માટે નોંધવામાં આવે છે.$\log _{ e }\left( T _{2}- T _{1}\right)$ વિરુદ્ધ સમય $(0)$ નો આલેખ દોરવામાં આવે છે. જે આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ ઋણ ઢાળ ધરાવતી સુરેખા છે, જે $y = -mx + C$ જેવો છે અને તે $\log _{ e }\left( T _{2}- T _{1}\right)=- K t+ C$ સાથે સામ્યતા ધરાવે છે.
ગરમ પાણીનું તાપમાન $ 365K $ થી $361 K$ થતા $2 min$ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ 344\;K $ થી $ 342K $ થતાં લાગતો ......... $(\sec)$ સમય શોધો.વાતાવરણનું તાપમાન $ 293\;K $ છે.
સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?
$ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?
ન્યૂટનના શીતનના નિયમમાં આવતા સપ્રમાણતાનો અચળાંક શાના પર આધાર રાખે છે ?