ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભાષાંતર (translation) એ એવી પ્રક્રિયા છે જેમાં એમિનો ઍસિડના બહુલીકરણથી પોલિપેપ્ટાઇડનું નિર્માણ થાય છે (આકૃતિ). એમિનોઍસિડનો ક્રમ $mRNA$ પર આવેલા બેઇઝના અનુક્રમ પર આધાર રાખે છે. એમિનોએસિડ પેપ્ટાઇડબંધ દ્વારા જોડાયેલા હોય છે. પેપ્ટાઇડબંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનોઍસિડ સ્વયં $ATP$ ની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાના સંબંધીત $tRNA$ સાથે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે $tRNA$ નું આવેશીકરણ (charging of $tRNA$ ) અથવા વધુ સ્પષ્ટ રીતે $tRNA$ એમિનો એસાઈલેશન (amino acylation of $tRNA$) કહે છે. આ બે આવેશિત (charged) $tRNA$ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડબંધનું નિર્માણ થાય છે. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડબંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે.

          રિબોઝોમ કોષીય ફેક્ટરી છે, જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે, રીબોઝોમમાં સંરચનાત્મક $RNAs$ અને $80$ પ્રકારના વિવિધ પ્રોટીનથી હોય છે. તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો ; મોટો પેટા એકમો અને નાનો પેટા એકમ સ્વરૂપે હોય છે, જયારે નાનો પેટા એકમ $mRNA$ સાથે સંયોજાય છે ત્યારે $mRNA$ માંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે, મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનોઍસિડ જોડાયને એકબીજાની અત્યંત નજીક આવે કે જેનાથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે, રિબોઝોમ પેપ્ટાઇડબંધના નિર્માણમાં ઉત્પ્રેરક ( $23S$ $rRNA$ બેક્ટેરિયામાં ઉત્સેચક - રીબોઝાઈમ) તરીકે વર્તે છે,

          $mRNA$ માં ભાષાંતરણ એકમ (translational unit) એ $RNA$ નો અનુક્રમ છે જેના છેડા પર પ્રારંભિક સંકેત $(AUG)$ સમાપ્તિ સંકેત (stop godon) અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે, $mRNA$ માં કેટલાક વધારાનો અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત નથી તેમને ભાષાંતરરહિત વિસ્તાર (umtranslat regions-$UTR$ ) કરે છે, $UTRs$ એ $5'$ છેડા  (પ્રારંભિક સંકેત પહેલાં) અને $3'$ છેડા (સમાપ્તિ સંકેત પછી) બંને પર સ્થિત હોય છે, તે કાર્યક્ષમ ભાષાંતર - પ્રક્રિયા માટે આવશ્યક છે.

968-s40g

Similar Questions

નીચે પૈકી શેમાં પુરકતાનો સિદ્ધાંત અનુસરતો નથી ?

એમિનો એસિડ $(i)$ હાજરીમાં સ્વયં સક્રિય થઈ $(ii)$ સાથે જોડાય જાય છે ?

$mRNA$ માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :

  • [NEET 2022]

સાચું જોડકું પસંદ કરો.

  • [NEET 2018]

નીચે પૈકી કયો અણુ $DNA$ ની જનીનિક માહિતી કોષકેન્દ્રથી રીબોઝોમ્સ પર લઈ જાય છે?