જો ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.
કણને પ્રતિપ્રવેગ ક્યારે હોય ?
$60 \,km/h$ ઝડપે ગતિ કરતા વાહનને બ્રેક લગાવ્યા બાદ તે $20\, m$ જેટલું અંતર કાપીને ઊભું રહે છે.આ વાહન બમણી ઝડપથી (એટલે કે $120 \,km/h$ થી ) ગતિ કરતું હોય, તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
એક કણનો વેગ $(4{t^3} - 2t)$ સૂત્ર મુજબ છે,કણ ઉદ્ગમ બિંદુથી $2m$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ કેટલા..........$m/{s^2}$ હશે?
એક સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થનો વેગ $v$ એ સમયની સાથે $v=2 t^2 e^{-t}$ તરીક બદલાય છે, જ્યાં $v$ એ $m / s$ અને $t$ સેકંડમાં છે. કયા સમયે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે?