રેડિયો એક્ટિવ તત્ત્વ માટે ક્ષય દર વિરુદ્ધ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યાનો આલેખ દોરો.
સુત્રાનુસાર,
$I=-\lambda N$
$\therefore I=(-\lambda) N+0$
ઉપરોક્ત સમીકરણનું સ્વરૂપ સુરેખના સમીકરણ $y=m x+c$ જેવું છે તેથી $I \rightarrow N$ નો આલેખ નીચે પ્રમાણે સુરેખ મળે છે, જેનો ઢાળ $(-\lambda)$ જેટલો હોય છે.
અત્રે આલેખ ચોથા ચરણમાં મળશે કારણ કે $N$ ધન છે અને $I$ ઋણ છે.
એક રેડિયો એકટિવ ન્યુક્લિયસ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્રારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયાનો અર્ધ-આયુ $30\,s$ મિનિટ અને બીજી પ્રક્રિયાનો અર્ધ-આાયુ $5$ મિનિટ છે. ન્યુકિલયસનો પરિણામી અર્ધ-આાયુ $\frac{\alpha}{11}$ છે. તો $\alpha$ નું મૂલ્ય $.............$ છે.
રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $100$ સે છે. $5$ મિનિટ બાદ $8$ ગ્રામ પદાર્થમાં કેટલા ........... ગ્રામ ઉત્તેજીત પદાર્થ બાકી હશે?
કોઈ $t = 0$ ક્ષણે, રેડિયો-ઍક્ટિવ તત્વના નમૂનાનું દળ $10 \, g$ છે. બે સરેરાશ જીવનકાળ જેટલા સમયગાળા પછી આપેલ તત્વના નમૂનાનું કેટલા ........ $g$ દળ આશરે બાકી હશે ?
કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
રેડિયોએક્ટિવ નમૂનાનો દસ ટકા જેટલો ક્ષય $1$ દિવસમાં થાય છે. $2$ દિવસો બાદ, ન્યુક્લિયસનાં ક્ષયની ટકાવારી ....... $\%$