- Home
- Standard 11
- Chemistry
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.
Solution
તબક્કો$-1 :$ વિયોજન પહેલાંની હાજર સ્વિસીઝને બ્રૉસ્ટેડ-લૉરી ઍસિડ / બેઇઝ તરીકે ઓળખો.
તબક્કો$-2:$ શક્ય બધી જ પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ એટલે કે ઍસિડ અને બેઇઝ બંને તરીકે વર્તતી સ્વિસીઝને લખીએ.
તબક્કો$-3:$ ઊંચા $K_a$ વાળી પ્રક્રિયાઓના પ્રાથમિક પ્રક્રિયા તરીકે જયારે બીજી પ્રક્રિયાને ગૌણ પ્રક્રિયા તરીકે ઓળખવી જોઈએ.
તબક્કો$-4:$ પ્રાથમિક પ્રક્રિયામાંથી દરેક સ્વિસીઝ માટે નીચેના મૂલ્યોનો કોષ્ટક સ્વરૂપમાં યાદી બનાવીએ.
$(i)$ પ્રારંભિક સાંદ્રતા $(ii)$ સંતુલન તરફ આગળ વધતી પ્રક્રિયામાં સાંદ્રતાનો ફેરફાર, આયનીકરણ અંશ $(\alpha)$ પર્યાયમાં દર્શાવીએ. $(i)$ સંતુલન સાંદ્રતા દર્શાવીએ.
તબક્કો$-5 :$ મુખ્ય પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકના સમીકરણમાં સંતુલન સમયની સાંદ્રતાઓ મૂકીએ અને તું માટે ઉકેલ મેળવીએ.
તબક્કો$-6 :$ મુખ્ય પ્રક્રિયામાં સ્વિસીઝની સાંદ્રતાઓની ગણતરી કરીએ.
તબક્કો$-7:$ $pH =-log [H_3O^+]$ નો ઉપયોગ કરી $pH$ ગણો.