પરમાણુઓના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
પરમાણુ દળોનું માપન એક જ તત્ત્વના વિવિધ પ્રકારના પરમાણુંઓ કે જેઓ એકસમાન રાસાયણિક ગુધધર્મો ધરાવે પણ દળમાં જુદાં હોય તેવાં પ્રકારના પરમાણુંઓને સમસ્થાનિકો $(Isotopes)$ કહે છે.
"જે પરમાણુઓના $Z$ ના મૂલ્યો સમાન પણ $A$ અને $N$ ના મૂલ્યો અસમાન હોય તેમને સમસ્થાનિક $Isotopes$ કહે છે."
સમસ્થાનિકોના તત્વનાં આવર્ત કોષ્ટક્માં સ્થાન એક જ હોય છે.જુદાં-જુદાં તત્વોમાં વિવિધ સમસ્થાનિકોમાં દળનું સાપેક્ષ પ્રમાણ જુદું-જુદું હોય છે.
દા.ત.:
$(1)$ ક્લોરિનને $34.98 u$ અને $36.98 u$ દળના બે સમસ્થાનિકો છે. તે હાઈડ્રોજનના દળના પૂણાંક ગુણાંકની નજીક છે. આ સમસ્થાનિકોના દળનું સાપેક્ષ પ્રમાણ અનુક્રમે $75.4$ અને $24.6 \%$ છે. આથી, ક્લોરિન પરમાણુનું સરેરાશ દળ આ બે સમસ્થાનિકોના દળોના ભારિત સરેરાશ પરથી મળે છે.
ક્લોરિનનું સરેરાશ દળ
$=\frac{75.4 \times 34.98+24.6 \times 36.98}{100}$
$=35.47\,u$
$(2)$ સૌથી હલકા હાઈડ્રોજન પરમાણુંને ત્રણ સમસ્થાનિકો છે.
હાઈડ્રોજન પરમાણુનું દળ = $1.0078\,u$,
ડ્યુટેરિયમના પમાણુનું દળ = $2.0141 u$ અને
ટ્રિટિયમના પરમાવુંનું દળ = $3.0160 u$
હાઈડ્રોજન પરમાણુમાં તેનાં ન્યુક્લિયસનું દળ, પરમાણુ દળના $99.985 \%$ જેટલું છે અને તેના ન્યુક્લિયસને પ્રોટોન કહે છે. હાઇડ્રોજન પરમાણુમાં ન્યૂટ્રોન હોતાં નથી પણ માત્ર એક જ પ્રોટોન હોય છે.
પ્રોટોનનું દળ $m_p$$=1.0078 \times 99.985 \%$
$=1.007648\,u$
$\approx 1.00727\,u$ લેવામાં આવે છે.
$\therefore$ પ્રોટોનનું દળ $m_{p}=1.00727 \times 1.660539 \times 10^{-27}\,kg$
$m_{p}=1.67262 \times 10^{-27}\,kg$લેવામાં આવે છે.
પ્રોટોનનું આ દળનું મૂલ્ય
$=$ હાઈડ્રોજન પરમાણુનું દળ - ઇલેક્ટ્રોનનું દળ
$=(1.00783\,u -0.00055\,u )$
$=1.00728\,u$
હાઇડ્રોજન પરમાણુના ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ સમસ્થાનિકો અસ્થાયી હોવાથી કુદરતમાં મળતા નથી પણ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે મેળવી શકાય છે. છે તેથી તેમના દળોનો ગુણોત્તર $1: 2: 3$ છે.
એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર $3:2$ થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર $\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}$ છે. તો ' $x$ ' નું મૂલ્ય $........$ થાય.
ન્યુક્લિયસની ઘનતા, પાણીની ઘનતા કરતાં કેટલાં ગણી વધુ છે ?
નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.
$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.
$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.
$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.
$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.
$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$R_0$ અચળાંકનું મૂલ્ય લખો.
સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવો.