નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.
ઊંડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર સિવાય પૃથ્વી પરનાં બધાં જ નિવસનતંત્રો માટે શક્તિના પ્રવાહનો ઓકમાત્ર સ્ત્રોત સૂર્ય જ છે.
આપાત સૌરવિકિરણના $50 \%$ કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(active radiation - PAR)$માં પરિણમે છે.
વનસ્પતિઓ અને પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવામાં સૂર્યની વિકિરણ ઊર્જાનું સ્થાપન કરે છે.
વનસ્પતિઓ માત્ર $2-10 \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ $(PAR)$ ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે.
બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. જેથી ઊર્જનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એકદિશીય હોય છે.
ઉપરાંત નિવસનતંત્ર એ ઉપ્માગતિકીના બીજા નિયમ થી મુક્ત નથી. જરરી અણુના સંશ્લેષણ માટે તેઓને સતત ઉર્જા આવશ્યક હોય છે. જેને લીધે વધતા-જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કરર્યપદ્ધતિ દ્વારા સંઘર્ષ
$(counteract the universal tendency towards
increasing disorderliness)$ કરી શકે.
નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો કહેવામાં આવે છે.
સ્થલજ નિવસનતંત્રમાં શાકીય $(herbaceous)$ તેમજ કાષીય $(woody)$ વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે. એ જ પ્રકારે, જલજ નિવસનતંત્રમાં વનસ્પતિપ્લવકો, લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો છે. આહારશુંખલાઓ તથા આહારજાળ એ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે.
વનસ્પતિઓથી પ્રારંભ થતી આહારશૃંખલાઓ તથા આહારજળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણી આહાર માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજ માટેનો આહાર બને છે. આ પરસ્પર આંતરનિર્ભરતાના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે.
કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા તેનામાં હંમેશાં માટે સંચિત રહેતી નથી.
ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષિત ઘટકોની આહારશુંખલા તથા આહારજાળની શરૂઆત થાય છે.
બધાં પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. આથી, તેઓ ઉપભોક્તાઓ કહેવાય છે કે વિષમપોષીઓ પણ કહેવાય છે.
જે તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ કહેવાય છે અને જો પ્રાણીઓ (પ્રાથમિક ઉપભોક્તા) કે જેઓ વનસ્પતિઓને ખાય છે તેઓને બીજા પ્રાણીઓ ખાય છે. તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ કહે છે.
આ પ્રકારે તૃતીયક ઉપભોક્તાઓ પણ હોઈ શકે છે.
નિ:સંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી હોઈ શકે. સ્થળજ નિવસનતંત્રમાં કીટકો, પક્ષીઓ તથા સસ્તનો અને જલજ નિવસનતંત્રમાં મુદુકાય પ્રાણીઓ કેટલાક સામાન્ય તૃણાહારીઓ હોય છે.
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
કેટલા વિધાનો સાચા છે ?
$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.
$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.
$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.
$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય