- Home
- Standard 12
- Physics
સમાન વિધુતક્ષેત્રમાં ઘુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો.
Solution

ધ્રુવીય અણુઓની કાયમી ડાઈપોલ ચાકમાત્રા શૂન્ય હોય છે. કારણ કे ઉષ્મીય ગતિને લીધે ડાઈપોલ યાકમાત્રા અસ્તવ્યસ્ત હોય છે પણ કુલ ડાઈપોલ ચાકમાત્રા શૂન્ય હોય છે.
જ્યારે તેના પર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાઈપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે તેથી બધા અણ્રુઓ માટેની ડાઈપોલ ચાકમાત્રાનો સરવાળો કરતાં તે વિદ્યુતક્ષેત્રની દિશામાં ચોખ્ખી $(Net)$ ડાઈપોલ ચાકમાત્રા મળે છે. એટલે કે, ડાઇઈલેક્ટ્રિક ધ્રુવીભવન થાય છે. જે ઉપર આકૃતિમાં દર્શાવ્યું છે.
ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે.
બાહ ક્ષેત્રમાં ડાઈપોલ સ્થિતિઊર્જા કે જે ડાઈપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને ઉષ્મીય ઊર્જા ઉપરાંત પ્રેરિત ડાઈપોલ ચાકમાત્રા એ ક્ષેત્રને સમાંતરમાં ગોઠવાયેલા ડાઈપોલને ભિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે.
સામાન્ય રીતે ધ્રુવીય અણું માટે વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવાની અસર મહત્ત્વની છે.