3-1.Vectors
medium

સદિશોના વિભાજનનો અર્થ સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિ $(a)$ માં $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ સમતલીય અને અસમાંતર સદિશો છે.

આપણે $\overrightarrow{ R }$ નું $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ માં વિભાજન કરવું છે.

ધારો કે, સદિશ $\overrightarrow{ OQ }$ એ સદિશ $\overrightarrow{ R }$ ને દર્શાવે છે.

આકૃતિ (b) માં દર્શાવ્યા પ્રમાણે $O$ માંથી પસાર થતી અને $\overrightarrow{ A }$ ને સમાંતર હોય તેવી રેખા દોરો તથા $Q$ માંથી પસાર થતી અને $\overrightarrow{ B }$ ને સમાંતર હોય તેવી રેખા દોરો. આ રેખાઓ $P$ બિંદુમાં છેદે છે.

સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે,

$\overrightarrow{ OQ }=\overrightarrow{ OP }+\overrightarrow{PQ}$

અહીં $\overrightarrow{ OP } \| \overrightarrow{ A }$ છે.

$\therefore \overrightarrow{ OP }=\lambda \overrightarrow{ A }$

અને $\overrightarrow{ PQ } \| \overrightarrow{ B }$ છે.

$\therefore \overrightarrow{ PQ }=\mu \overrightarrow{ B }$ ( અ્હી , $\lambda$ અને $\mu$ અદિશો છે.)

$\therefore \overrightarrow{ R }=\lambda \overrightarrow{ A }+\mu \overrightarrow{ B }$

અથવા

$\overrightarrow{ R }$$=$$(\overrightarrow{ R }$ નો $\overrightarrow{ A }$ ના દિશાનો ધટક $)$$+$($\overrightarrow{R}$ નો $\overrightarrow{ B }$ ની દિશાનો ઘટક $)$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.