- Home
- Standard 11
- Biology
એકદળી બીજની રચના સમજાવો.
Solution
$\Rightarrow$ સામાન્ય રીતે, એ કદળીઓનાં બીજ ભૂણપોષી છે. પરંતુ ઑર્કિડ જેવા કેટલાંકમાં અભૃણપોષી છે.
$\Rightarrow$ મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળાં (ત્વચીય) છે અને સામાન્યતઃ ફળની દીવાલ સાથે જોડાયેલા છે.
$\Rightarrow$ ભૂણપોષ જથ્થામય છે અને ખોરાકસંગ્રહ કરે છે.
$\Rightarrow$ સૌથી બહારની બાજુ સંયુક્ત કવચ કે તુય (Hull) આવેલું છે. તે ફલાવરણ અને બીજાવરણના જોડાવાથી બનેલું કઠણ આવરણ છે.
$\Rightarrow$ તુષની અંદરની બાજુએ સમિતાયા સ્તર (Aleurone layer) આવેલું છે. તે મોટા ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું છે તેના કોષોમાં પ્રોટીનના કણ ખોરાક સંગ્રહ સ્વરૂપે આવેલાં છે. તે ભૂણપોષ આવૃત કરે છે.
$\Rightarrow$ ભૂણ નાનો અને ભૃણપોષના એક છેડા પર સ્થિત હોય છે. તે એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. જે વરુથિકા (Scutellum) તરીકે ઓળખાય છે અને ટૂંકી ધરી સાથે ભૂણાગ્ર તથા ભૂણમૂળ ધરાવે છે,
$\Rightarrow$ ભૂણાઝ (Plumule) અને ભૃણમૂળ (Radicle) આવરણોથી ઢંકાયેલ છે. જેમને અનુક્રમે ભૂણાવ્રચોલ (Coleoptile) અને ભૃણમૂળચોલ (Coleorhiza) કહે છે