$SI$ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો . 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$SI$ એકમ પદ્વતિની બે પૂરક ભૌતિક રાશિઓ છે :

$(1)$ સમતલકોણ $d \theta$ $(2)$ ધનકોણ $d \Omega$

$(1)$ સમતલકોશ $d \theta$ : વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલકોણ $d \theta$ કહે છે.

આકૃતિ પરથી સમતલકોણ $d \theta=$ચાપ/ત્રિજ્યા$=$$\frac{\mathrm{AB}}{r}=\frac{d s}{r}$

ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આંતરેલા સમતલકોણને '$1$ રેડિયન' કહે છે. તેને સંજ્ઞામાં 'rad' વડે દર્શાવાય છે. મહત્તમ સમતલ કોષ $2 \pi\,rad$ છે.

જો $\mathrm{AB}=r$ હોય,તો $\theta=1 \mathrm{rad}$.

$\left[1^{\circ}=\frac{\pi}{180} \mathrm{rad}\right]$$\left[1 \mathrm{rad}=\frac{180}{\pi} \mathrm{B}_{3} \cap{4}\right]$

$(2)$ ધનકોણ $d \Omega$

ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ( $\triangle \mathrm{A})$ એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ કોણને ધનકોણ $d \Omega$ કહે છે.

આકૃતિ પરથી, ધનકોણ $d \Omega$ $=$ ક્ષેત્રફળ/ત્રિજ્યા $^{2}$ $=\frac{\Delta \mathrm{A}}{r^{2}}$

મહત્તમ ધનકોળ $4 \pi$ સ્ટીરેડિયન છે.

$1 \mathrm{~m}$ ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના $1 \mathrm{~m}^{2}$ ક્ષેત્રફળ વડે, તેના કેન્દ્ર સાથે આંતરેલ કોણને ' 1 સ્ટીરેડિયન' કહે છે. તેની સંજ્ઞા 'Sr' છે.

જો $\Delta \mathrm{A}=1 \mathrm{~m}^{2}$ અને $r=1 \mathrm{~m}$ લઈએ ટો $\Omega=1 \mathrm{Sr}$

883-s56g

Similar Questions

$\left( {P + \frac{a}{{{V^2}}}} \right)$ $(V - b)$ સમીકરણમાં $a$ નો એકમ શું થશે?

${\rm{Wb/}}\Omega $ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિઓનની બંધન ઉર્જા કયા ક્રમની હોય છે?

નીચે પૈકી કયો યંગ મોડ્યુલસનો એકમ નથી?

$1$ રેડિયન અને $1$ સ્ટિરેડિયન કોને કહે છે ?