રજકણ પ્રદૂષકોના પ્રકારો ટૂંકમાં સમજાવો.
રજકણ પ્રદૂષકો હવામાં સૂક્ષ્મ ઘનકણો અથવા પ્રવાહીના સૂક્ષ્મબિંદુ સ્વરૂપના હોય છે. વાહનોમાંથી ઉત્સર્જિત થતા પદાર્થો, આગમાંથી નીકળતો ધુમાડો, ધૂળ અને ઉદ્યોગોમાંથી નીકળતી રાખમાં રજકણ પ્રદૂષકો હાજર હોય છે.
વાતાવરણમાં બે પ્રકારના રજકણ પ્રદૂષક હોય છે :
$(a)$ જીવસહિત $(b)$ જીવરહિત
$(a)$ જીવસહિત રજકણો : જીવાણુ, ફૂગ અને શેવાળ કે લીલ વગેરે સૂકમજીવો જે વાતાવરણમાં ફેલાયેલા હોય છે. તે જીવસહિતના ૨જકણ પ્રદૂષકો છે. હવામાં જોવા મળતી કેટલીક ફૂગ માનવજાતમાં એલર્જી ઉત્પન્ન કરે છે. તેઓ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે.
$(b)$ જીવરહિત રજકણો : જીવરહિત રજકણોને તેમની લાક્ષણિકતા અને કદના આધારે નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે $: (i)$ ધુમાડો : તે કાર્બનિક પદાર્થોના દહન દરમિયાન ઉત્પન્ન થતા ઘન અથવા પ્રવાહી કણોનું મિશ્રણ છે. દા.ત., બીડી
સિગારેટનો ધુમાડો, અશ્મિગત બળતણ, સૂકાં પાંદડાં અને કચરો બાળવાથી ઉત્પન્ન થતો ધુમાડો.
$(ii)$ ધૂળ : તે બારીક ઘન કણ છે. ઘન પદાર્થોને વાટતાં કે દળતાં આવા કણ પેદા થાય છે. દા.ત., પવનના જોરદાર સપાટીથી ઊડતી રેત, લાકડાંને વહેરવાથી ઉત્પન્ન થતો લાકડાનો વહેર, કોલસાને તોડવાથી ઉત્પન્ન થતો ભૂકો,ઔદ્યોગિક કારખાનાઓમાંથી ઊડતી રાખ અને સિમેન્ટ, ધૂળની ડમરીઓ.
$(iii)$ ધુમ્મસ : તે ફેલાયેલા પ્રવાહીના કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. દા.ત., સફ્યુરિક
ઍસિડ, ધુમ્મસ અને નીંદણનાશક, જંતુનાશક જેમને પોતાના લક્ષ્યને ગુમાવ્યો છે. તેઓ હવામાં ફેલાઈ ધુમ્મસ બનાવે છે.
$(iv)$ ધૂમ : તે ઊર્ધ્વપાતન, નિયંદન, પ્રવાહીના ઉકળવાથી અને કેટલીક અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતી બાષ્પની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. દા.ત., કાર્બનિક દ્રાવકો, ધાતુઓ અને ધાતુના ઑક્સાઇડ ધૂમ રજકણો બનાવે છે.
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.
નાઇટ્રોજન ઓક્સાઇડ કેવી રીતે બને છે ? અને તેનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.
થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ?
એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?