4. STRUCTURE OF THE ATOM
medium

ઉદાહરણ સહિત સમજાવો : $(i)$ સમસ્થાનિકો $(ii)$ સમદળીય. સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ સમસ્થાનિકો :

સમાન તત્ત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે તેને સમસ્થાનિકો કહે છે.

દા.ત. : હાઇડ્રોજન પરમાણુના ત્રણ સમસ્થાનિકો છે.

$_1^1H$                     $_1^2H$                  $_1^3H$

પ્રોટિયમ          ડ્યુટેરિયમ            ટ્રિટિયમ

$(ii)$ સમદળીય :

જુદા જુદા તત્ત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તેમને સમદળીય કહેવાય છે.

દા.ત. ${ }_{20}^{40} Ca$ અને ${ }_{18}^{40} Ar$

સમસ્થાનિકોના ઉપયોગો :

સમસ્થાનિકો નીચે મુજબના કેટલાક ઉપયોગ ધરાવે છે.

$(i)$ યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય છે.

$(ii)$ કોબાલ્ટનો એક સમસ્થાનિક કૅન્સરની સારવારમાં વપરાય છે.

$(iii)$ ગોઇટર (Goitre) રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.