- Home
- Standard 9
- Science
સિલિકોન અને ઑક્સિજનનાં ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો.
Solution
''કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રૉનની ભાગીદારી થાય છે અથવા આપ-લે થાય છે, તે સંખ્યાને તે તત્ત્વ (પરમાણુ)ની સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજકતા (Valency) કહે છે.''
ઉદાહરણ તરીકે,
$(1)$ હાઈડ્રોજન $(H)$, લિથિયમ $(Li)$ કે સોડિયમ $(Na)$ પરમાણુઓ તેઓની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રૉન ધરાવે છે. તેથી તે દરેક તત્ત્વો એક ઇલેક્ટ્રૉન ગુમાવી શકે છે. તેથી તેઓની સંયોજકતા એક છે. તેમ કહેવાય. તેવી જ રીતે,
$(2)$ મૅગ્નેશિયમ $(Mg)$ ની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રૉન છે. આથી તેની સંયોજકતા બે છે તેમ કહેવાય.
$(3)$ ઍલ્યુમિનિયમ $(Al)$ ની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રૉન છે. આથી તેની સંયોજકતા ત્રણ છે તેમ કહેવાય.
પરંતુ, જયારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રૉનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે, સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે.
ઉદાહરણ તરીકે,
$(1)$ ફ્લોરિન $(F)$ પરમાણુની બાહ્યતમ કક્ષામાં $7$ (સાત) ઇલેક્ટ્રૉન છે, તો તેની સંયોજકતા $7$ (સાત) હોઈ શકે છે. પરંતુ તે ઇલેક્ટ્રૉન ગુમાવવાને બદલે સહેલાઈથી એક ઇલેક્ટ્રૉન મેળવી શકે છે.
તેથી તેની સંયોજકતા અષ્ટક (આઠ $(8)$ ઇલેક્ટ્રૉન) માંથી સાત ઇલેક્ટ્રૉન બાદ કરીને નક્કી કરવામાં આવે છે અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા એક થાય છે.
$(2)$ તેવી જ રીતે, ઑક્સિજન $(O)$ પરમાણુની બાહ્યતમ કક્ષામાં છ $(6)$ ઇલેક્ટ્રૉન હોવાથી તેની સંયોજકતા છ $(6)$ હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રૉન ગુમાવવાને બદલે સહેલાઇથી બે ઇલેક્ટ્રૉન મેળવી શકે છે.
તેથી તેની સંયોજકતા અષ્ટકમાંથી છ ઇલેક્ટ્રૉન બાદ કરીને નક્કી કરવામાં આવે છે અને આ પ્રકારે ઑક્સિજનની સંયોજકતા બે $(2)$ થાય છે.
સિલિકોન અને ઑક્સિજનની સંયોજકતા આ મુજબ દર્શાવી શકાય છે.
સિલિકોન $\left({ }_{14} Si \right)$ : $\begin{array}{lll} K & L & M \\ 2 & 8 & 4\end{array}$
આથી સિલિકોનની સંયોજક્તા $4$ થશે.
ઑક્સિજન $(8_O)$ : $\begin{array}{ll} K & L \\ 2 & 6\end{array}$
ઑક્સિજન અધાતુ હોવાથી,
અધાતુની સંયોજકતા $=$ $8 -$ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉન
$= 8 -6$
$= 2$