દઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાકગતિની મિશ્રિત ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઉપરની બંને આકૃતિઓ એક જ દઢ પદાર્થની જુદી જુદી ગતિ સમજાવે છે.
ધારો કે દ્રઢ પદાર્થનું કોઈ એક બિંદુ $P$ છે અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $O$ છે.
દઢ પદાર્થનો ગતિપથ, તેનાં દ્રવ્યમાન કેન્દ્ર $O$ નો જ ગતિપથ ગણાય જે આકૃતિમાં $Tr _{1}$ અને $T r_{2}$ થી દર્શાવેલ છે.
$(a)$ અને $(b)$ એમ બંને આકૃતિમાં બિંદુઓ $O$ અને $P$ ની ત્રણ જુદા જુદા સમયે સ્થિતિઓ (સ્થાનો) અનુકમે $O _{1}, O _{2}, O _{3}$ અને $P _{1}, P _{2}, P _{3}$ વડે દર્શાવેલ છે.
આકૃતિ $(a)$ પરથી જોઈ શકાય છે કે જુદા જુદા સ્થાને તેની સ્થિતિમાં ફેરફર થતો નથી. એટલે કે $OP$ જેવી રેખાનું નમન $(Oriantation)$ થતું નથી, તેથી સમક્ષિતિજ સાથે બનાવેલ કોણો સમાન રહે છે.
$\therefore \alpha_{1}=\alpha_{2}=\alpha_{3}$
આવી ગતિ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે.
શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દઢ પદાર્થના જુદાં જુદાં સ્થાનો પર $O$ અને $P$ જેવાં કણોનો વેગ સમાન રહે છે.
આકૃતિ $(b)$ માં દઢ પદર્થનના જુદા જુદા સ્થાને $OP$ જેવી રેખાનું નમન જુદ્દું જુદું છે તેથી $\alpha_{1} \neq \alpha_{2} \neq \alpha_{3}$ છે. આવી ગતિએ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાકગતિની મિશ્રિત ગતિ છે.
આવી સ્થાનાંતરિત ગતિ અને ચાકગતિની મિશ્રિત ગતિમાં દક પદાર્થ પરના $O$ અને $P$ જેવાં ક્ણોના વેગ અલગ અલગ હોઈ શકે છે તથા $OP$ રેખાના સમક્ષિતિજ સાથેના ખૂણા અલગ-અલગ હોય છે.
આ પ્રકારની ગતિનું બીજું ઉદાહરણ : એક ઢાળવાળા સમતલ પર નીચેની તરફ ગબડતા એક નળાકારની રોલિંગ ગતિ એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિઓનું મિશ્રણ છે.
એક દઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષને અનુલક્ષીને થતી નથી અથવા સ્થિર નથી કે શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા સ્થાનાંતરિત અને ચાકગતિનું સંયોજન છે.
$M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
દઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો.
દળ ખંડ $dm$ એટલે શું?
ચાકગતિના લક્ષણો સમજાવો.
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ?