જે રેખા પર બિંદુ $(1,\,2)$ આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો. આવાં કેટલાં સમીકરણ હોય ?
અહીં $(1,\, 2)$ એ તમે જે સુરેખ સમીકરણ શોધવા માંગો છો તેનો ઉકેલ છે. આથી તમારે બિંદુ $(1,\, 2)$ માંથી પસાર થતી રેખા શોધવી પડે. આવા સુરેખ સમીકરણનું એક ઉદાહરણ $x + y = 3$ થાય બીજાં ઉદાહરણો $y -x = 1$, $y = 2x$ થાય. કારણ કે આ બધા નું સમાધાન $(1,\, 2)$ ના યામ દ્વારા થાય છે. હકીકતે તો એવાં જે બિંદુ $(1,\, 2)$ ના યામોનું સમાધાન કરે તેવા અનંત સુરેખ સમીકરણો મળે.
''નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી(બે ગણી) છે'' આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
(નોટબુકની કિંમત $\rm {Rs.}$ $x$ તથા પેનની કિંમત $\rm {Rs.}$ $y$ લો).
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a$, $b$ અને $c$ ની કિંમતો દર્શાવો :
$(i)$ $2 x+3 y=4.37$
$(ii)$ $x-4=\sqrt{3} y$
$(iii)$ $4=5 x-3 y$
$(iv)$ $2 x=y$
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $5=2 x$
બિંદુ $(2,\, 14)$ માંથી પસાર થતી બે રેખાઓનાં સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે ?
જો $x = 2$, $y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો.