$(Q)$ ધન વિધુતભાર ધરાવતા કણને ચોરસ ફ્રેમના શિરોબિંદુ પર મૂકેલા છે ફ્રેમ $Z$ અક્ષને લંબ છે ઋણ વિધુતભારને $Z$ અક્ષ પર $(z<< L)$ મૂકેલો હોય તો
ઋણ વિધુતભાર $Z$ અક્ષ પર દોલનો કરે છે
તે ફ્રેમ થી દૂર જાય છે
ફ્રેમ તરફ ધીમેથી ગતિ કરીને ફ્રેમના સમતલમાં સ્થિર થશે.
તે ફ્રેમમાંથી એકવાર પસાર થાય
બે એકસમાન વાહક ગોળા $A$ અને $B$ પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ $F$ છે. ત્રીજો સમાન વાહક ગોળો $C$ જે વિજભારરહિત છે તેને પહેલા $A$ ગોળા અને પછી $B$ ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે $A$ અને $B$ ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?
$5\,\mu C$,$0.16\,\mu C$ અને $0.3\,\mu C$ નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ $A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm $ અને $C A=3\,cm$ અને $A$ એ કાટકોણ હોય તેના શિરોબિંદુ $A, B, C$ પર મૂકવામાં આવેલ છે. $A$ ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે $.........N$ જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.
$2 \,m$ અંતરે રહેલા બે સમાન વિદ્યુતભાર $q$ ધરાવતા બે સ્થિર કણની વચ્ચે એક $1 \,{mg}$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો કણ પડેલો છે. જો મુક્ત વિદ્યુતભારને તેના સમતોલન સ્થાનેથી $x\;(x\, < 1\, {m})$ જેટલું થોડુક સ્થાનાંતર કરવવામાં આવે, તો કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો ${q}^{2}=10\, {C}^{2}$ હોય તો આ દોલનોની કોણીય આવૃતિ $....\,\times 10^{8}\, {rad} / {s}$ થાય.
$ + 3\ \mu C$ અને $ + 8\ \mu C$ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ $40\ N$ છે,બંનેમાં $ - 5\ \mu C$ વિદ્યુતભાર ઉમેરતાં નવું બળ કેટલા ........$N$ થાય?
કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?