p-Block Elements - I
normal

સમૂહ $-13$ નાં તત્ત્વોના રાસાયણિક ગુણધર્મો જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

બોરોનના નાના કદને કારણે તેની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણો વધુ હોય છે.જે $+3$ ઑક્સિડેશન અવસ્થાવાળા આયનોને બનતા રોકે છે અને માત્ર સહસંયોજક સંયોજનો બનાવવા પ્રેરે છે.

આપણે $B$ થી $Al$ તરફ જઈએ તો $Al$ ની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય ઘટે છે અને તેથી તે $Al^{+3}$ બનાવી શકે છે. હકીકતમાં એલ્યુમિનિયમ ઉચ્ચ વિદ્યુત ધનમય ધાતુ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આંતરવર્તી છે $d$ અને $f$ કક્ષકોની નબળી શીલ્ડિંગ અસરને કારણે વધેલો અસરકારક કેન્દ્રીય વીજભાર $ns$ ઇલેક્ટ્રૉનને મજબૂતાઈથી બાંધી રાખે છે.

આ રીતે તેઓની બંધમાં ભાગીદારી રોકાય છે. પરિણામે બંધમાં માત્ર $p-$કક્ષક ભાગ લે છે. વાસ્તવમાં $Ga$, $In$ અને $Tl$ માં $+1$ અને $3$ બંને ઑક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ભારે તત્ત્વોમાં $+1$ ઑક્સિડેશન અવસ્થાનું સ્થાયીત્વ ક્રમાનુસાર વધતું જાય છે.

$Al < Ga < In < Tl$

થેલિયમમાં $+1$ ઑક્સિડેશન અવસ્થા મુખ્ય છે. જયારે $+3$ ઑક્સિડેશન અવસ્થા વધુ ઑક્સિડેશનકર્તાની લાક્ષણિકતા ધરાવે છે. ઊર્જાના આધારે $+1$ ઑક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો $+3$ ઑક્સિડેશન અવસ્થાની સરખામણીમાં વધુ આયનીય હોય છે.

ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થી પરમાણુની આસપાસ ઇલેક્ટ્રૉનની સંખ્યા $6$ હોય છે. (દા.ત. $BF$, માં બોરોન) આવા ઇલેક્ટ્રૉન ઊણપવાળા અણુઓ સ્થાયી ઈલેક્ટ્રૉનીય રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રૉન યુગ્મ સ્વીકારી લૂઈસ ઍસિડ તરીકે વર્તે છે.

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદમાં વધારો થતાં લૂઈસ ઍસિડ તરીકેનું વલણ ઘટતું જાય છે.

 

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.