તફાવત આપો : અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ
અનાવૃત બીજધારી વનસ્પતિ | આવૃત બીજધારી વનસ્પતિ |
$(1)$ તેમનાં બીજ ખુલ્લાં અને ફલાવરણમાં ઢંકાયેલાં હોતા નથી | $(1)$ તેમનાં બીજ ફલાવરણથી ઢંકાયેલા હોય છે. |
$(2)$ તેમાં એકવડું ફલન જોવા મળે છે. | $(2)$ તેમાં બેવડું ફલન જોવા મળે છે. |
$(3)$ તેમાં ભૂણપોષ ફલન પહેલાં બને છે અને એકકીય હોય છે. | $(3)$ તેમાં ભૂણપોષ ફલન પછી બને છે અને ત્રિકીય હોય છે. |
$(4)$ પુષ્પો પ્રાથમિક પ્રકારનાં હોય છે અને રંગીન પાંખડીઓ ધરાવતા નથી. | $(4)$ તેમાં પુષ્પો સુવિકસિત હોય છે અને રંગીન દલપત્રો વગેરે ધરાવે છે. |
$(5)$ તેમાં નરપુષ્પો લઘુબીજાણુધાનીઓ સ્વરૂપે હોય છે. | $(5)$ તેમાં નરપ્રજનન અંગ તરીકે પુંકેસર હોય છે. |
$(6)$ નર અને માદા પુષ્પો અલગ-અલગ છોડ ઉપર ઉત્પન્ન થાય છે. | $(6)$ નર અને માદા પ્રજનન અંગો એક જ પુષ્યમાં અથવા જુદા જુદા પુષ્પોમાં એક જ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. |
$(7)$ તેમાં પરાગનયન પવન દ્વારા થાય છે. દા.ત., સાયકસ-પાઇનસ | $(7)$ તેમાં પરાગનયન પવન, પાણી, કીટકો કે અન્ય વાહકો દ્વારા થાય છે. દા.ત., સૂર્યમુખી-મકાઈ |
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રુણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
અનાવૃત બીજધારી નું ભૃણપોષ શેમાં જનીનીક રીતે આવૃત બીજધારી જેવું જ હોય છે?
કયુ લક્ષણ આવૃત્ત બીજધારીઓને અનાવૃત્ત બીજધારીઓથી સૌથી વધુ અલગ પાડે છે?
નીચેના યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ દ્વિઅંગી | $(i)$ ઇર્કિવસેટમ |
$(B)$ અનાવૃત બીજધારી | $(ii)$ ડુંગળી |
$(C)$ આવૃત બીજધારી | $(iii)$ એન્થોસિરોસ |
$(D)$ ત્રિઅંગી | $(iv)$ થુજા |
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આવૃત્ત બીજધારી વનસ્પતિ સાથે .......ની બાબતમાં સામ્યતા ધરાવે છે