8.Microbes in Human Welfare
easy

ચયાપચય દરમિયાન સૂક્ષ્મજીવો વાયુઓ મુક્ત કરે છે, તેને સિદ્ધ કરતાં ઉદાહરણો આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

 ઢોંસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું (dough) પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ ખીરામાં $CO_2$ ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું (puffed-up) દેખાય છે. શું તમે કહી શકો કે કયો ચયાપચયિક પથ $CO_2$ ના નિર્માણમાં કાર્યરત છે 

બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ (Saccharomyces cerevisiae) નો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. કેટલાંક પ્રણાલીગત પીણાં અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત 'ટોડ્ડી' (Toddy) પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે.

માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ-પ્રક્રિયામાંથી પસાર કરી, તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે. ચીઝ આદિ ખાદ્યપદાર્થ છે. તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી-જુદી જાત (variety) તેના પોત (texture), સુગંધ (flavour) અને સ્વાદને કારણે જાણીતી છે.

જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. દાખલા તરીકે 'સ્વિસ ચીઝ' (Swiss cheese) માં જોવા મળતાં મોટાં કાણાં, તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા $CO_2$ ને કારણે હોય છે. જે પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની (Propionibacterium sharmani) બેક્ટેરિયાને કારણે સર્જાય છે. 'રોક્વીફૉર્ટ ચીઝ' (Roquefort cheese) ને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.