રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો.
રેડિયો ઍક્ટિવિટીના શોધક હેગ્રી બેકવેરલની યાદમાં ઍક્ટિવિટીનો $SI$ એકમ બંકવેરલ $(B$ $q$ ) છે.
$(i)$ "જે રેડિયો ઍક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની ઍક્ટિવિટી એક બેકવેરલ $(B$ $q$ ) કહેવાય છે."
$\therefore 1 B q=1$ વિભંજન/સેકન્ડ
$(ii)$ ક્યૂરી એકમ : જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં $3.7 \times 10^{10}$ વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટી એક ક્યુરી $( C i)$ કહેવાય છે.
$\therefore 1 C i=3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ
વ્યવહારમાં તેના નાના એકમો વપરાય છે.
$1 mCi =3.7 \times 10^{7}$ વિભંજન/સેકન્ડ $=10^{-3} Ci$
$1 \mu C i=3.7 \times 10^{4}$ વિભંજન/સેકન્ડ $=10^{-6} C i$
ક્યૂરી એકમ એ જૂનો પ્રાયોગિક એકમ છે.
$(iii)$ રધરફર્ડ એકમ : જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડે $10^{6}$ (દસ લાખ) ન્યુક્લિયસનું વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટીને એક રધરફર્ડ $(rd)$એક્ટિવિટી કહે છે.
$\therefore 1 rd =10^{6}$ વિભંજન/સેકન્ડ
નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $20\; min$ છે. જો $t _{1}=\frac{1}{3}$ પદાર્થનું વિભંજન થતાં લાગતો સમય, $t_{2}=\frac{2}{3}$ પદાર્થનું વિભંજન થતાં લાગતો સમય હોય, તો $t_{2}-t_{1}$ ............. મીનીટ થાય.
$6$ દિવસ પછી અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો થાય?
$ 1.37 \times {10^9} $ વર્ષ અર્ધઆયુ ઘરાવતું તત્વ $X$ માંથી ઉત્સર્જિત થઇને $Y$ તત્વ બને છે. $t$ સમય પછી $X$ અને $Y$ નો ગુણોતર $1:7$ છે. તો $t$ કેટલો હશે?
$1$ કલાક બાદ રેડિયો એક્ટિવ પદાર્થનો $1/16$ ભાગ બાકી રહે છે. તો તેનું અર્ધ આયુષ્ય.......મિનિટ છે.