5.Magnetism and Matter
medium

ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંધ પૃ્ષ્ઠ $S$ ધ્યાનમાં લો. આ પૃષ્ઠને $\overrightarrow{ B }$ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફલક્સ શોધવું છે.

પૃષ્ઠ $S$ ને અનેક નાના ખંડમાં વિભાગેલું કલ્પો. આવો એક ખંડ $\overrightarrow{\Delta S }$ છે અને તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ છે. ખંડનું ચુંબકીય ફલક્સ $\Delta \phi_{ B }=\overrightarrow{ B } \cdot \overrightarrow{\Delta S }$ વડે વ્યાખ્યાયિત થાય છે.

કુલ ફલક્સ, $\phi_{ B }=\sum_{\text {all }} \Delta \phi_{ B }=\sum_{\text {all }} \overrightarrow{ B } \cdot \Delta \overrightarrow{ S }=0$

બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકિય ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે તેટલી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે. તેથી, પૃષ્ઠ માટે સંકળાયેલું ચોખ્ખું ચુંબકીય ફલક્સ શૂન્ય છે.

સમીકરણ $(1)$ માં $all$ શબ્દનો અર્થ 'બધાજ ક્ષેત્રફળ ખંડ $\Delta S$ ' છે.

ચુંબકત્વ માટે ગોસનો નિયમ શબ્દોમાં નીચે પ્રમાણે છે :

"કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફલક્સ શૂન્ય હોય છે."

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.