શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
શુક્રકોષજનનની શરૂઆત યૌવનના આરંભની ઉંમરે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્રાવ $GnRH$માં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.
$GnRH$ના સ્તરમાં વધારો થવાથી પિટયૂટરી ગ્રંથિને અસર કરે છે. જેથી બે ગોનેડ્રોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્રાવ $(LH)$ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ $(FSI)$ના સ્રાવને ઉત્તેજે છે.
$LH$ લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે.
એન્ડ્રોજન શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. $FSH$ સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાંક કારકોના સ્રાવને ઉત્તેજે છે.
દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.
$FSH$ ........ પર કાર્ય કરે છે, જેનાથી શુક્રકોયાંતરણ શક્ય બને છે
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?