સદિશોના સરવાળા માટેના બે ગુણધર્મ લખો.
જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?
$\vec P $ અને $\vec Q $ બે સદીશોનું પરિણામી $\vec R $ છે. જો $\vec Q $ બમણું હોય તો પરિણામી સદિશ એ $\vec P $ ને લંબ હોય છે તો $\vec R $ નું મૂલ્ય કેટલું થાય ?
સદિશોની બાદબાકી સમજાવો.
બે બળોના મૂલ્યોનો સરવાળો $18\;N$ અને તેમનું પરિણામી બળ $12\;N$ છે જે પરિણામી બળ નાના મૂલ્યના બળને લંબ છે. તો તે બંને બળોના મૂલ્ય કેટલા હશે?
સમાન મૂલ્યો ધરાવતાં ત્રણ સદિશો સમતોલનમાં હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે?