એક મોટા સ્ટીલનાં પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધબેસતું કરવું છે. $27 \,^oC$ તાપમાને ધરીનો બહારનો વ્યાસ $8.70\, cm$ અને પૈડાના કેન્દ્રમાં રહેલ છિદ્ર (હૉલ)નો વ્યાસ $8.69\, cm$ છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીનાં કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે. જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે. તેમ સ્વીકારો $\alpha_{steel} =1.20 \times 10^{-3} \;K ^{-1}$.
$0°C$ તાપમાને એક ગોળો ${\omega _0}$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. હવે તાપમાન $100°C$ થતા નવી કોણીય ઝડપ કેટલી થાય? ( ${\alpha _B} = 2.0 \times {10^{ - 5}}{\rm{\,per}}°C^{-1}$ )
ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?
$0^oC$ તાપમાને એક કાંચના એક લિટર કદ ધરાવતા પાત્રમાં સંપૂર્ણ પારાથી ભરેલો છે. પાત્ર અને પારાને $100 ^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો બહાર આવતા પરનું કદ ........ $cc$ હોય.
પારાનો કદ પ્રસરણાંક $=1.82 \times {10^{ - 4}}°C^{-1}$ અને કાંચનો રેખીય પ્રસરણાંક $=0.1 \times {10^{ - 4}}°C^{-1}$
કદ-પ્રસરણ એટલે શું ? કદ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.