આદર્શવાયુનું ઓરડાના તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય જણાવો.
$\alpha_{v}=3.3 \times 10^{-3} K ^{-1}$
એક કોપરની શીટમાં કાણું પાડવામાં આવે છે જો તેનો વ્યાસ $4.24 \,cm$ અને $27.0^{\circ} C$ તાપમાને છે . તો વ્યાસ $35^{\circ} C$ તાપમાને કેટલો હશે ?
$6.230 \,cm$ વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને ($ ^{\circ} C$ માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે $6.241 \,cm$ વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના $\left(27^{\circ} C \right)$ તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક $\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}$ આપેલ છે.
જ્યારે $57\,^oC$ તાપમાનવાળી ગરમ ચા પીતા હોય ત્યારે દાંતના પોલાણમાં ભરેલ તાંબાના લીધે પોલાણમાં ઉદભવતું પ્રતિબળ ગણો. શરીર એટલે દાંતનું તાપમાન $37\,^oC$ અને તાંબાનો $\alpha = 1.7 \times 10^{-5}/^oC$ તેમજ તાંબાના બલ્ક મોડ્યુલસ $K = 140 \times 10^9\, N/m^2 $
કદ-પ્રસરણાંક $(\alpha _v)$ અને રેખીય પ્રસરણાંક $(\alpha _l)$ વચ્ચેનો સંબંધ મેળવો.
$\alpha _V\,\,\to $ તાપમાનનો આલેખ દોરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.