નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.
ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે.
કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.
ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.
$(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે.
$(A)$ સાયું છે પણ $(R)$ ખોટું છે.
$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપે છે.
$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપતું નથી.
એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
પ્રવાહીમાં પદાર્થ તરે છે,પાત્રને મુકત પતન કરાવતાં પ્રવાહી દ્વારા લાગતું ઉત્પલાવક બળ કેટલું થાય ?
પદાર્થ પ્રવાહીની સપાટી પર ક્યારે તરે છે ? તે સમજાવો ?
એક નાનો અને બીજો મોટો એમ બે બૂચને પાણી ભરેલા પત્રના તળિયે લઈ જઈને છોડી દેતાં ક્યો બૂચ વધુ ઝડપથી ઉપર આવશે ? કેમ ?