રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20 \%$ થી $80 \%$ વિભંજન થતાં .......... મિનિટ નો સમય લાગે?
$20$
$40$
$30$
$25$
રેડિયો એક્ટિવ તત્ત્વ $X$ નું અર્ધઆયુ એ બીજા એક રેડિયો એક્ટિવ તત્ત્વ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલું જ છે. શરૂઆતમાં તેમના અણુઓની સંખ્યા સમાન હોય, તો .....
રેડિયો એક્ટિવ પદાર્થ એક સાથે $1620$ અને $810$ વર્ષના અર્ધ આયુષ્ય પ્રમાણે બે કણોનું ઉત્સર્જન કરે છે. કેટલા સમય બાદ પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?
કાર્બન-ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય ઍક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે $15$ વિભંજન જણાય છે. આ ઍક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક ${}_6^{12}C$ ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો ઍક્ટિવ ${}_6^{14}C$ ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ (જે ઉપર્યુક્ત સંતુલન ઍક્ટિવિટી જાળવી રાખે છે) સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની ઍક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. ${}_6^{14}C$ ના જાણીતા અર્ધ-આયુ ($5730$ years) અને ઍક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વવિદ્યામાં વપરાતા ${}_6^{14}C$ ડેટીંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહન-જો-દરોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે $9$ વિભંજનની ઍક્ટિવિટી દર્શાવે છે. સિંધુખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ કરો.
રેડિયો એકિટવ તત્ત્વ $16$ દિવસમાં $25\%$ નું વિભંજન થાય છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા ........... દિવસ હશે?
$Curie$ એ શેનો એકમ છે?