શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જુદી જુદી માનવીય પ્રવૃત્તિઓને કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. માનવીય પ્રવૃત્તિઓને કારણે પ્રદૂષકો જળ સ્રોતમાં દાખલ થાય છે અને પાણીને પ્રદૂષિત કરે છે.

ઉદ્યોગો અને કારખાનાઓ ઝેરી પદાર્થો અને $Fe, Al, Mn$ જેવી ભારે ધાતુઓનો ત્યાગ કરે છે. સુએજનો નિકાલ અને પ્રાણીઓ દ્વારા ઉત્સર્જાતા પદાર્થો પણ પાણીનાં પ્રદૂષણમાં ભાગ ભજવે છે.

આ પદાર્થો ભળેલું પાણી પીવાલાયક રહેતું નથી. તેથી બધા જ ઔઘોગિક અને કારખાનાઓ દ્વારા ત્યજી દેવામાં આવેલ કચરો પાણીમાં ભળે તે પહેલાં તેને પ્રદૂષકો અને ઝેરી ધાતુઓ રહિત કરવો જોઈએ.

આ પ્રદૂષકોની સાંદ્રતા સમયાંતરે તપાસવી જોઈએ. રાસાયણિક ખાતરને બદલે કોમ્પોસ્ટ ખાતર વાપરવું જોઈએ. ઝેરી રસાયણો ભૌમજળમાં દાખલ થતા અટકાવવા જોઈએ.

Similar Questions

નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરિત અસરો વિશે ટૂંકમાં જણાવો.

ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?

વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ? 

પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો. 

ઓઝોન એ હવા કરતાં ભારે વાયુ છે. તો શા માટે ઓઝોન પૃથ્વીના સ્તરની આસપાસ સ્થાયી નથી થતો ?