સુવાહક તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી ઉષ્મા-ઊર્જા, તારમાંથી પસાર થતાં વિધુતપ્રવાહ $I$, તારના અવરોધ $R$ અને વિધુતપ્રવાહ પસાર થવાના સમય $t$ પર આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા - ઉર્જાનું સૂત્ર મેળવો.
$\mathrm{H} \propto \mathrm{I}^{a} \mathrm{R}^{b} t^{c}$
$\therefore \quad \mathrm{H}=k \mathrm{I}^{a} \mathrm{R}^{b} t^{c}$, જ્યાં $k$ પરિમાણારહિત અચળાંક અને $a, b, c \in \mathrm{R}$ છે.
$\begin{aligned}[\mathrm{H}] =[k][\mathrm{I}]^{a}[\mathrm{R}]^{b}[\mathrm{t}]^{c} \\ \mathrm{M}^{1} \mathrm{~L}^{2} \mathrm{~T}^{-2}=(\mathrm{A})^{a}\left(\mathrm{M}^{1} \mathrm{~L}^{2} \mathrm{~T}^{-3} \mathrm{~A}^{-2}\right)^{b}(\mathrm{~T})^{c} \\ =\mathrm{A}^{a} \times \mathrm{M}^{b} \mathrm{~L}^{2 b} \mathrm{~T}^{-3 b} \mathrm{~A}^{-2 b} \times \mathrm{T}^{c} \\ \mathrm{M}^{1} \mathrm{~L}^{2} \mathrm{~T}^{-2} =\mathrm{M}^{b} \mathrm{~L}^{2 b} \mathrm{~T}^{-3 b+c} \mathrm{~A}^{a-2 b} \end{aligned}$
$\mathrm{M}$ ના પરિમાણાસરખાવતાં,
$b=1$
$L$ ના પરિમાણ સરખાવતાં,
$\begin{aligned} -3 b+c=-2 \\ \therefore -3+c=-2 \quad[\because b=1] \\ \therefore c=1 \end{aligned}$
$A$ ના પરિમાણ સરખાવતાં,
$a-2 b=0$
$\therefore a-2=0$
$\therefore a=2$
$\therefore \mathrm{H}=k \mathrm{l}^{a} \mathrm{R}^{b} \mathrm{~T}^{c}$ માં $k=1, a=2, b=1, c=1$ મૂકતાં, $\mathrm{H}=\mathrm{I}^{2} \mathrm{R} t$ મળે.
આઇન્સ્ટાઇનના પ્રખ્યાત સાપેક્ષવાદને આધારે દળ $(m)$ એ ઊર્જા $(E)$ સાથે $E = mc^2$ સંબંધથી સંકળાયેલ છે.
જ્યાં $c =$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. ન્યુકિલયર ઊર્જાનું મૂલ્ય સૂક્ષ્મ હોય અને તે $Mev$ માં મપાય છે. જ્યાં $1\,MeV = 1.6\times 10^{-13}\,J$ ; જેમાં દ્રવ્યમાન (એટોમિક માસ યુનિટ) $amu$ માં મપાય છે તથા $1\,u = 1.67 \times 10^{-27}\, kg$.
$(a)$ $1\,u = 931.5\, MeV$ મેળવો.
$(b)$ એક વિધાર્થીએ $1\,u = 931.5\, MeV$ લખ્યો છે જે પારિમાણિક દૃષ્ટિએ ખોટો હોવાનું શિક્ષકે કહ્યું છે તો સાચો સંબંધ લખો.
જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર $e,$ બોહર ત્રિજ્યા $a_0,$ પ્લાન્ક અચળાંક $h$ અને પ્રકાશની ઝડપ $c$ ના મિશ્રિત એકમ $u$ થી માપવામાં આવેલ હોય, તો.....
તરંગના વેગનું સમીકરણ $ Y = A\sin \omega \left( {\frac{x}{v} - k} \right) $ ,જયાં $ \omega $ કોણીય વેગ અને $v$ રેખીય વેગ હોય,તો $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ $(I)$, ગોળાનાં દળ $(m)$, ગુરુત્વપ્રવેગ $(g)$ પર આધારીત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો.