$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી નળીમાંથી દર સેકન્ડે બહાર નીકળતા પ્રવાહીનું કદ $V\, = \,\frac{{\pi p{r^4}}}{{8\eta l}}$ માં છે, જ્યાં $p$ $=$ નળીના બે છેડા વચ્ચેના દબાણનો તફાવત અને $\eta $ $=$ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે જેનું પારિમાણિક સૂત્ર $[M^1L^{-1}T^{-1}] $ છે તો પારિમાણિક દૃષ્ટિએ આ સમીકરણ સાચું છે કે ખોટું ?
સમીકરણની બંને બાજુના પરિમાણ સમાન હોય તો તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય.
$\therefore V =\frac{\pi p r^{4}}{8 \eta l}$ માં $\pi$ અને $8$ પરિમાણરહિત છે.
બંને બાજુના પરિમાણ લેતાં,
$\left[ M ^{0} L ^{3} T ^{-1}\right]=\frac{\left[ M ^{1} L ^{-1} T ^{-2}\right]\left[ L ^{4}\right]}{\left[ M ^{1} L ^{-1} T ^{-1}\right]\left[ L ^{1}\right]}=\left[ M ^{0} L ^{3} T^{-1}\right]$
$\therefore$ બંને બાજુના પરિમાણ સમાન છે તેથી આ સમીકરશ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે.
નીયેનામાંથી ક્યા બળના પરિમાણો નથી?
વિધાન: પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એ પરિમાણરહિત રાશિ છે.
કારણ: તે પ્રવાહી ની ઘનતા નો પાણીની ઘનતા સાથે નો ગુણોત્તર છે
એક તંત્રના મૂળભૂત એકમો ઘનતા $[D]$, વેગ $[V]$ અને ક્ષેત્રફળ $[A]$ છે. તો આ તંત્રમાં બળનું પારિમાણિક સૂત્ર શું થાય?
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
ગુપ્ત ઉષ્માનું પરિમાણિક સૂત્ર શું છે?