જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ-ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુપડતો ઉપયોગ,એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ, હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુપડતાં ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના પરિણામે કાર્બનિક ખેતી (organic farming) કરવા અને જૈવિક ખાતરો (biofertilisers) નો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે.
જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. તમે અભ્યાસ કર્યો છે કે, શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઈઝોબિયમ (Rhinobium) બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે.
બેક્ટેરિયા વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી [એઝોસ્પિીરીલિયમ (Azospirillum) અને એઝોટોબેક્ટર (Azotobacter)] તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરીને, ભૂમિને નાઈટ્રોજનથી સમૃદ્ધ કરે છે.
ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે (માઇકોરાઇઝા). ગ્લોમસ (Glous) પ્રજાતિની ઘણી ફૂગ માઈકોરાઇઝા (કવકમૂળ / mycorrhiza) રચે છે. જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફૉસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે.
આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે, મૂળમાં રોગપ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સર્વાગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો છે. શું તમે જણાવી શકો છો કે,
સાયનોબેક્ટેરિયા (Cyanobacteria) સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃતરૂપે જોવા મળે છે. જેમાંના મોટા ભાગના વાતાવરણમાંના નાઈટ્રોજનને સ્થાપિત કરે છે-દા.ત., એનાલીના (Anabaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે. ડાંગરનાં ખેતરોમાં સાયનો બેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે.
નીલહરિત લીલ (Blue green algae) પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. હાલમાં, આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિતરૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનીજ તત્ત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય.
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
કયા સજીવોનું જૂથ $CO_2$-સ્થાપક અને $N_2$-સ્થાપક બંને છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક