ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણે સૂક્ષ્મજીવો કે તેમની નીપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. તેનું સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય, જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા (Lactic acid bacteria $-LAB$ ) કહીએ છીએ.

તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન, $LAB$ અમ્લો (acids) સર્જે છે જે દૂધને જમાવે (coagulate) છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય (inculum) કે આરંભક (starter) ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો $LAB$ ધરાવે છે. જે અનુકૂળ તાપમાને ગણિત થઈ, દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે.

જે વિટામિન $B_{12}$ ની માત્રા વધારી પોષણસંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ, સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં $LAB$ એક લાભદાયી ભૂમિકા ભજવે છે. 

          ઢોંસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું (dough) પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ ખીરામાં $CO_2$ ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું (puffed-up) દેખાય છે.

બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ (Saccharomyces cerevisiae) નો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે.

કેટલાંક પ્રણાલીગત પીણાં અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત 'ટોડ્ડી' (Toddy) પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે. માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ-પ્રક્રિયામાંથી પસાર કરી, તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે. ચીઝ આદિ ખાદ્યપદાર્થ છે. તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી-જુદી જાત (variety) તેના પોત (texture), સુગંધ (flavour) અને સ્વાદને કારણે જાણીતી છે.

જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. દાખલા તરીકે 'સ્વિસ ચીઝ' (Swiss cheese) માં જોવા મળતાં મોટાં કાણાં, તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા $CO_2$ ને કારણે હોય છે. જે પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની (Propionibacterium sharmani) બેક્ટેરિયાને કારણે સર્જાય છે. 'રોક્વીફૉર્ટ ચીઝ' (Roquefort cheese) ને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે.

Similar Questions

રોકવીફોર્ટ ચીઝ પર કોને સંવર્ધીત કરી ચોકકસ સુગંધ આપવામાંઆવે છે?

વિધાન $A$  : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે. 

કારણ $R$ :  $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે. 

વિધાન $A$  અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કોણ વિટામીન $B_{12}$ ની ગુણવત્તા વધારે છે અને આપણી હોજરીને નુકશાનકારક બેક્ટરિયાથી બચાવે છે.

$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે

$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.

દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?