ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક ઍસિડને તમે કેવી રીતે વિભેદિત કરશો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક ઍસિડને નીચે મુજબ જુદા પાડી શકાય છે.

$(i)$ ભૌતિક ગુણધર્મોને આધારે જુદાપણું :

$(a)$ વાસ : ઇથેનોઇક ઍસિડની તીવ્રવાસ હોય છે જ્યારે ઇથેનોલ સુગંધીદાર વાસ ધરાવે છે.

$(b)$ ગલનબિંદુ : ઇથેનોલનું ગલનબિંદુ $(156 \,K)$ એ ઇથેનોઇક ઍસિડના ગલનબિંદુ $(290\, K)$ કરતાં ઓછું હોય છે.

$(c)$ ભૌતિક અવસ્થા : ઇથેનોઇક ઍસિડ (ગ્લેસિયલ એસિટિક ઍસિડ)એ શિયાળામાં વધુ ઠંડી પડે ત્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે ઇથેનોલ કાયમી પ્રવાહી અવસ્થામાં જ હોય છે.

$(ii)$ રાસાયણિક ગુણધર્મોને આધારે જુદાપણું :

પ્રાયોગિક રીતે આલ્કોહૉલ અને કાર્બોક્સિલિક ઍસિડને નીચેની બે પ્રક્રિયાઓ દ્વારા જુદા પાડી શકાય છે :

$(i)$ બેઇઝ (આલ્કલી) સાથે પ્રક્રિયા :

આલ્કોહૉલ (ઇથેનોલ, મિથેનોલ) $NaOH$ તથા $KOH$ જેવા બેઇઝ સાથે પ્રક્રિયા કરતા નથી, જયારે કાર્બોક્સિલિક ઍસિડ (ઇથેનોઇક ઍસિડ)એ આલ્કલી $(NaOH,\, KOH)$ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે, જેમ કે, 

$CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COO ^{-} Na ^{+}+ H _{2} O$

ઇથેનોઇક ઍસિડ    સોડિયમ હાઇડ્રૉક્સાઇડ           સોડિયમ એસિટેટ

(બેઇઝ)

$CH _{3} CH _{2} OH + NaOH \rightarrow$ કોઈ પ્રક્રિયા થતી નથી

ઇથેનોલ         સોડિયમ હાઇડ્રોક્સાઇડ (બેઇઝ)

$(ii)$ સોડિયમ હાઇડ્રૉજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા :

કાર્બોક્સિલિક ઍસિડ એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે તરત જ પ્રક્રિયા કરીને સતત $CO_2$ છે, વાયુના ઊભરા આવે છે. જયારે આલ્કોહોલ એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી શકતો નથી. જેમકે, 

$CH _{3} COOH + NaHCO _{3} \rightarrow CH _{3} COONa + H _{2} O + CO _{2}(g)$

ઈથેનોઈક એસિડ    સોડિયમ હાઈડ્રોજન         કાર્બોનેટ સોડિયમ એસિટેટ

$CH _{3} CH _{2} OH + NaHCO_3 \rightarrow$ કોઈ પ્રક્રિયા થતી નથી 

ઇથેનોલ         સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ

ઑક્સિડેશનકર્તા : કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઑક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે જેને ઑક્સિડેશનકર્તા (Oxidising agents) કહેવાય છે.

આલ્કલાઇન પોટેશિયમ પરમેગેનેટ $(KM_nO_4)$ અથવા એસિટિક પોટેશિયમ ડાયક્રોમેટ $(K_2Cr_2O_7)$ એ આલ્કોહોલનું કાર્બોક્સિલિક ઍસિડમાં ઑક્સિડેશન કરે છે તેથી તેમને ઑક્સિડેશનકર્તા કહેવાય છે.

Similar Questions

જો તમે લિટમસ પેપર (લાલ અથવા ભૂરું)થી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો ? 

લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી (Paddle) સાથે પછાડે છે. બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વૉશિંગ મશીનમાં ક્ષોભિત (ખુબ જોરથી હલાવે) (agitate) કરે છે. સાફ કપડાં મેળવવા માટે તેને ઘસવાની જરૂર શા માટે પડે છે ?

બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ 

સાબુની સફાઈક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?