- Home
- Standard 12
- Biology
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
Solution
ષિ-ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુપડતો ઉપયોગ,એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ, હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુપડતાં ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના પરિણામે કાર્બનિક ખેતી (organic farming) કરવા અને જૈવિક ખાતરો (biofertilisers) નો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે.
જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. તમે અભ્યાસ કર્યો છે કે, શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઈઝોબિયમ (Rhinobium) બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે. બેક્ટેરિયા વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી [એઝોસ્પિીરીલિયમ (Azospirillum) અને એઝોટોબેક્ટર (Azotobacter)] તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરીને, ભૂમિને નાઈટ્રોજનથી સમૃદ્ધ કરે છે.