જો ${E}, {L}, {m}$ અને ${G}$ અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર ${P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}$ માં રહેલ રાશિ $P$ નું પરિમાણિક સૂત્ર કેવું થાય?

  • [JEE MAIN 2021]
  • A

    $\left[{M}^{0} {L}^{1} {T}^{0}\right]$

  • B

    $\left[{M}^{-1} {L}^{-1} {T}^{2}\right]$

  • C

    $\left[{M}^{1} {L}^{1} {T}^{-2}\right]$

  • D

    $\left[{M}^{0} {L}^{0} {T}^{0}\right]$

Similar Questions

બળ $(F)$ એન ઘનતા $(d)$ વચ્ચેનો સંબંધ $F\, = \,\frac{\alpha }{{\beta \, + \,\sqrt d }}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. તો $\alpha $ નું પારિમાણિક સૂત્ર શું થાય?

એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ $(v)$ બૂંદની ત્રિજ્યા $(r)$ પ્રવાહી ઘનતા $\rho$ અને પ્રવાહીના પૃષ્ઠતાણ $(s)$ પર $v=r^a \rho^b s^c$ મુજબ આધારિત હોય છે. તો $a, b$ અને $c$ ના મૂલ્યો અનુક્રમે $...........$ છે.

  • [JEE MAIN 2023]

જો વેગમાન $(P)$, ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

$M$ દળ અને $L$ બાજુવાળા એક અતિર્દઢ ચોસલા $A$ ને બીજા કોઈ સમાન પરિમાણ અને ઓછા ર્દઢતાઅંક $\eta $ વાળા ચોસલા $B$ પર ર્દઢતાથી એવી રીતે જોડેલું છે કે જેથી $A$ નું નીચલું પૃષ્ઠ એ $B$ ના ઉપરવાળા પૃષ્ઠને સંપૂર્ણ રીતે ઢાંકે છે.  $B$ નું નીચલું પૃષ્ઠ સમક્ષિતિજ સમતલ પર ર્દઢતા થી મૂકેલું છે. $A$ ની કોઈ બાજુ પર સૂક્ષ્મ બળ $F$ પૂરું પાડવામાં આવે છે. બળ આપ્યા પછી ચોસલું $A$ સૂક્ષ્મ દોલનો શરૂ કરે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?

  • [IIT 1992]

ઉષ્મા અથવા ઊર્જાનો એકમ કૅલરી છે અને તે લગભગ $4.2 \,J$ બરાબર છે. જ્યાં $1 \;J =1\; kg \,m ^{2} \,s ^{-2}$, ધારો કે એકમોની એક નવી પ્રણાલિનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ $\alpha\; kg$, લંબાઈનો એકમ $\beta\; m$ અને સમયનો એકમ $\gamma$ $s$ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કૅલરીનું માન $\;\alpha^{-1} \beta^{-2} \gamma^{2}$ છે.