રાશિ $x$ ને $\left( IF v^{2} / WL ^{4}\right)$ વડે દર્શાવવામાં આવે છે જ્યાં $I$ એ જડત્વની ચાકમાત્રા, $F$ બળ, $v$ વેગ, $W$ કાર્ય અને $L$ લંબાઇ છે. તો $x$ નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?
પ્લાન્કનો અચળાંક
બળ અચળાંક
ઉર્જા ઘનતા
શ્યાનતા ગુણાંક
પરિમાણ વિશ્લેષણનો ઉપયોગ કરીને નીચેનામાંથી ક્યો સંબંધ તારવી શકાય ? [સંકેતોને તેમના સામાન્ય અર્થ દર્શાવે છે.]
$r$ ત્રિજયા અને $l$ લંબાઇ ધરાવતી નળીમાં દબાણનો તફાવત $p$ રાખવાથી દર સેકન્ડે બહાર આવતા પ્રવાહીનું કદ $V$
ન્યુટનના મત અનુસાર, $A$ ક્ષેત્રફળવાળા અને $\Delta v/\Delta z$ જેટલું વેગ-પ્રચલન ધરાવતાં પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ $F = - \eta A\frac{{\Delta v}}{{\Delta z}}$ છે, જ્યાં $\eta $ શ્યાનતા ગુણાંક છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
બર્નુલીનું સમીકરણ $P + \frac{1}{2}\rho {V^2} + \rho gh = K$ છે.તો $K/P$ નું પારિમાણીક સૂત્ર કોના જેવું હશે?
પરિમાણની સુસંગતતા (સમાંગતા)નો નિયમ કોને કહે છે અને પારિમાણિક વિશ્લેષણની દૃષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો.