જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.

$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.

$B$. ફોટોનનો વેગ $c$ છે.

$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.

$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.

$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.

  • [NEET 2024]
  • A

    ફક્ત $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$

  • B

    ફક્ત $A, C$ અને $D$

  • C

    ફક્ત $A, B, D$ અને $E$

  • D

    ફક્ત $A$ અને $B$

Similar Questions

સમાન તત્વના ન્યૂક્લિયસ અને અણું બંને તેમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે. જો તે તેની ધરા અવસ્થામાં પાછા આવે ત્યારે $\lambda _N$ અને $\lambda _A$ તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો $\frac{{{\lambda _N}}}{{{\lambda _A}}}$ નો ગુણોત્તર કેટલા ક્રમનો મળે?

  • [JEE MAIN 2018]

કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?

$\lambda=310 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણની તીવ્રતા $6.4 \times 10^{-5}\; \mathrm{W} / \mathrm{cm}^{2}$ છે. જે $1\; \mathrm{cm}^{2} $ ક્ષેત્રફળ ધરાવતી ધાતુ (વર્ક ફંક્શન $\varphi=2 \;\mathrm{eV}$) પર લંબ રીતે આપત થાય છે, જો $10^{3}$ ફોટોનમાથી એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય તો $1 \;s$ માં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા $10^{\mathrm{x}}$ હોય તો $\mathrm{x}$ કેટલો હશે?

$\left(\mathrm{hc}=1240\; \mathrm{eV} \mathrm{nm}, 1\; \mathrm{eV}=1.6 \times 10^{-19} \;\mathrm{J}\right)$

  • [JEE MAIN 2020]

હિલિયમ-નિયોન લેસર વડે $632.8\, nm$ તરંગલંબાઈનો એકરંગી (Monochromatic) પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર $9.42\, mW$ જેટલો છે.

$(a)$ પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઊર્જા અને વેગમાન શોધો.

$(b)$ આ પૂંજ વડે પ્રકાશિત લક્ષ્ય (ટાર્ગેટ) પર સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? (પૂંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતાં નાનો છે તેમ ધારો), અને

$(c)$ ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઈડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ ? 

ફોટોન સંઘાત થયા પછી આશરે કેટલા સમયમાં ફોટો ઈલેક્ટ્રોન ઉત્સર્જાઈને બહાર આવે?

  • [AIEEE 2006]