$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.
$5\hat i + 20\hat j$
$15\hat i + 10\hat j$
$20\hat i + 15\hat j$
$15\hat i + 20\hat j$
કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ?
$(a)$ બે અદિશોનો સરવાળો
$(b)$ સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો
$(c)$ એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર
$(d)$ બે અદિશોનો ગુણાકાર
$(e)$ બે સદિશોનો સરવાળો
$(f)$ એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો.
કોઈ વિમાન રન-વે સાથે $60^o$ ખૂણો ધરાવતી દિશામાં ઉડ્ડયન શરૂ કરી $500 \,m$ અંતર કાપે છે. ત્યારે વિમાને સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર શોધો.
જો $ 0.5\hat i + 0.8\hat j + c\hat k $ એકમ સદિશ હોય, તો $c$ નું મૂલ્ય કેટલું હશે?
$10$ ન્યુટનનું મૂલ્ય ઘરાવતા $100$ સમતુલ્ય બળો એક પદાર્થ પર લાગે છે.બે બળો વચ્ચેનો ખૂણો $ \pi /50 $ છે. તો પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલા.......... $N$ હશે?
$A = \hat i + \hat j$ સદિશનો $X$ અક્ષ સાથે બનતો ખૂણો ......$^o$ હશે.