જો શંકુઆકારનાં લોલકની દોરી સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવે છે, તો પછી તેના આવર્તકાળનો વર્ગ કોના સમપ્રમાણમાં હશે?

  • A

    $\sin \theta$

  • B

    $\cos \theta$

  • C

    $\tan \theta$

  • D

    $\cot \theta$

Similar Questions

વિધાન: જ્યારે કોઈ કણ વર્તુળમાં નિયમિત ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ અને પ્રવેગ બંને બદલાય છે.

કારણ: વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ એ પદાર્થના કોણીય વેગ પર આધારિત છે.

  • [AIIMS 2010]

$180\,cm$ લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં $28$ ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય $\frac{1936}{x}\,ms^{-2}$ છે. તો $x$ નું મૂલ્ચ $.........$ છે.

  • [JEE MAIN 2023]

$42\,m$ વ્યાસ ધરાવતા ગોળા પર પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. તો તે ગોળાના તળિયેથી ........ $m$ ઊંચાઇએ પદાર્થ ગોળા સાથેનો સંપર્ક છોડશે.

સ્થિર સ્થિતિમાંથી $5 \,sec$ માં $20 \,rad/sec$ નો કોણીય વેગ પ્રાપ્ત કરવા પૈડાએ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરવા પડે?

ખભા ઉપર વાંદરો બેસાડીને એક વ્યક્તિ $9 \mathrm{~m}$ ત્રિજ્યા ઘરાવતા લીસા વત્તુળાકાર રસ્તા ઉપર સાઈકલ ચલાવે છે અને $3$ મીનીટમાં $120$ પરિભ્રમણો પૂર્ણ કરે છે. વાંદરા માટેના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય . . . . . હશે. ( $\mathrm{m} / \mathrm{s}^2$ માં) હશે.

  • [JEE MAIN 2024]