જો બંધ સપાટી વડે ઘેરાતો વિધુતભાર શૂન્ય હોય, તો તે સપાટી પરના દરેક સ્થાને વિધુતક્ષેત્ર શૂન્ય હોવાનું સૂચવે છે ? બીજી બાજુ જો સપાટી પરના દરેક સ્થાને વિધુતક્ષેત્ર શૂન્ય હોય તો બંધ સપાટી વડે ઘેરાતો ચોખ્ખો (પરિણામી) વિધુતભાર શૂન્ય હોવાનું સૂચવે છે ?
ગોસનો નિયમ એવું સૂચવે છે કે જ્યારે સપાટી એવી પસંદ કરવાની હોય, તો થોડાક વિદ્યુતભારો અંદર અને થોડાક વિદ્યુતભારો બહાર હોય.
આ પરિસ્થિતિમાં ફલક્સ $\int_{J} \overrightarrow{ E } \cdot d \overrightarrow{ S }=\frac{q}{\epsilon_{0}}$ થી આપવામાં આવે છે.
આ સ્થિતિમાં ડાબી બાજુનું પદ વિદ્યુતક્ષેત્ર $E$ એ સપાદીની અંદર અને બહારના વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર છે. સમીકરણની જમણી બાજુનું પદ $q$ એ સપાટીઓ વડે ઘેરાતા વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો સપાટીમાં ગમે તે સ્થાને હોઈ શકે છે પણ સપાટીની બહાર આવેલા વિદ્યુતભારોને ગણાતરીમાં લેવાના નથી.
$P$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલુ થાય?
આકૃતીમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઇથી પ્લેટોને મુકેલ છે તો $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર....
$+3\,Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને $-Q$ વિદ્યુતભાર ધરાવતી ગાળીય કવચની અંદર સમકેન્દ્રિય મૂકેલ છે.ગોળાની ત્રિજયા $a$ એ ગોળીય કવચની ત્રિજયા $b(b>a)$ કરતાં નાની છે.હવે,કેન્દ્રથી $R>a$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. $P _{1}$ અને $P _{2}$ એ વિદ્યુતભાર વિતરણથી $l$ અને $2 l$ જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા $\sigma$ હોય, તો $P_{1}$ અને $P_{2}$ આગળ વિદ્યુતક્ષેત્ર $E_{1}$ અને $E_{2}$ માટે સાચો વિકલ્પ પસંદ કરો
$r_1$ અને $r_2$ ત્રિજ્યાની સમકેન્દ્રી રિંગ પર $Q_1$ અને $Q_2$ વિધુતભાર છે તો કેન્દ્રથી $r$ $(r_1 < r < r_2)$ અંતરે વિધુતક્ષેત્ર શોધો