આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. $P _{1}$ અને $P _{2}$ એ વિદ્યુતભાર વિતરણથી $l$ અને $2 l$ જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા $\sigma$ હોય, તો $P_{1}$ અને $P_{2}$ આગળ વિદ્યુતક્ષેત્ર $E_{1}$ અને $E_{2}$ માટે સાચો વિકલ્પ પસંદ કરો

208221-q

  • [JEE MAIN 2022]
  • A

    $E _{1}=\sigma / \varepsilon_{0}, E _{2}=\sigma / 2 \varepsilon_{0}$

  • B

    $E _{1}=2 \sigma / \varepsilon_{0}, E _{2}=\sigma / \varepsilon_{0}$

  • C

    $E _{1}= E _{2}=\sigma / 2 \varepsilon_{0}$

  • D

    $E _{1}= E _{2}=\sigma / \varepsilon_{0}$

Similar Questions

સમકેન્દ્રિય ગોળીય કવચ $A$ અને $B $ ની  ત્રિજયાઓ $r_A$ અને $r_B(r_B>r_A)$ છે.તેના પર વિદ્યુતભાર $Q_A$ અને $-Q_B(|Q_B|>|Q_A|)$ છે.તો વિદ્યુતક્ષેત્ર વિરુધ્ધ અંતરનો નો આલેખ કેવો થાય?

  • [AIIMS 2005]

$r_1$ અને $r_2$ ત્રિજ્યાની સમકેન્દ્રી રિંગ પર $Q_1$ અને $Q_2$ વિધુતભાર છે તો કેન્દ્રથી $r$ $(r_1 < r < r_2)$ અંતરે વિધુતક્ષેત્ર શોધો 

  • [AIIMS 2009]

$\mathrm{R}$ ત્રિજ્યાના ગોળાનો વિચાર કરો કે જેના પર વિધુતભાર ઘનતાનું વિતરણ $p\left( r \right){\rm{ }} = {\rm{ }}kr,{\rm{ }}r \le R{\rm{ }} = {\rm{ }}0$ અને $r\, >\, R$. 

$(a)$ $\mathrm{r}$ જેવાં અંતરે આવેલાં બધા બિંદુઓએ વિધુતક્ષેત્ર શોધો. 

$(b)$ ધારોકે, ગોળા પરનો કુલ વિધુતભાર $2\mathrm{e}$ છે જ્યાં $\mathrm{e}$ એ ઇલેક્ટ્રોન પરનો વિધુતભાર છે. બે પ્રોટોન્સને કયાં જડિત કરી ( મૂકી ) શકાય કે જેથી તેમની દરેક પર લાગતું બળ શૂન્ય છે. એવું ધારી લો કે, પ્રોટોનને દાખલ કરવાથી ઋણ વિધુતભાર વિતરણમાં કોઈ ફેરફાર થતો નથી.

પરમાણુનું પરિમાણ એંગસ્ટ્રોમના ક્રમનું છે. તેથી તેમાં ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ વચ્ચે ખૂબજ મોટું વિધુતક્ષેત્ર હોવું જોઈએ, તો પછી શા માટે ધાતુની અંદર સ્થિત વિધુતક્ષેત્ર શૂન્ય છે ? 

$ + \lambda \,C/m$ અને $ - \lambda \,C/m$ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી $2R$ અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?

  • [NEET 2019]