જો સમગુણોતર શ્રેણીનું પાંચમું પદ $2$ હોય તો શ્રેણીના નવ પદોનો ગુણાકાર મેળવો. .
$3$ અને $81$ વચ્ચે બે સંખ્યામાં ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય.
જો સમગુણોત્તર શ્રેણીના $n$ પદોનો સરવાળો $S_n$ હોય, જેનું પ્રથમ $a$ પદ અને સામાન્ય ગુણોતર $r$ તો $S_1 + S_3 + S_5 + … + S_{2n-1}$ નો સરવાળો કેટલો થાય ?
એક સમગુણોત્તર શ્રેણીનાં પદોની સંખ્યા યુગ્મ છે. જો બધાં જ પદોનો સરવાળો, અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતાં $5$ ગણો હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
શ્રેણી $1, 2, 2^2, ….2^n$ નો ગુણોત્તર મધ્યક...... છે.