સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
$9.81$
$9.87$
$9.91$
$10$
સાદા લોલકનો એક છેડો $10cm$ જેટલી ઉંચાઇએ જઇ શકતો હોય તો તે જયારે તેની મધ્યસ્થ સ્થિતિ એ હોય ત્યારે તેનો વેગ કેટલા .....$m/s$ હોય? $(g = 9.8 m/s^2)$
$\rho_0$ જેટલી ઘનતા અને $A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળાકાર $\rho$ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહિમાં ઊર્ધ્વ ધરીથી રાખેલ છે. $\left(\rho > \rho_0\right)$ જો તેને થોડોક નીચેની દિશામાં ડુબાડીને છોડી દેવામાં આવે તો થતાં દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
પૃથ્વીના કેન્દ્ર પર રાખેલા સાદા લોલકના દોલનો શક્ય છે ?
નળાકાર લાકડાના(ઘનતા$= 650\, kg\, m^{-3}$), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ $30\,cm^2$ અને ઊંચાઈ $54\, cm$ ધરાવતો બ્લોક $900\, kg\, m^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા $cm$ લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.